કોટડા(જ)માં 4 જુગારી 13000ની રોકડ સાથે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના કોટડા(જડોદર) ગામે પટેલ સમાજવાડીની પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં ગંજીપાનો જુગાર રમતા 4 શખસોને પશ્ચીમ કચ્છ અેલસીબીની ટીમે પકડી પાડી વધુ તપાસ માટે નખત્રાણા પોલીસના હવલે કર્યા હતા. સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીઅે પેટ્રોલીંગ દરમિયાન રવિવારે સાંજે સાડા ચાર વાગ્યે દરોડો પાડી જુગારીઅોને પકડી પાડયા હતા. દરોડાની અા કામગીરી સમયે કોટડા(જ)ના અમૃતલાલ મેઘજી લોચા અને અર્જુન મેઘજી લોચા, દેશલપર (ગુંતલી)ના નાનજી ખીમજી લોચા અને મોટી ખોંભડીના નારાણ હિરજી દાફડાને જુગાર રમતા પકડી પડાયા હતા. ઝડપાયેલ જુગારીઅો પાસેથી 13000ની રોકડ કબ્જે લેવાઇ હતી. નખત્રાણા પોલીસે તપાસનો દોર અાગળ ધપાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...