તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News In Kachchh In 44 Years Inorganic Material Was Available In 44 Cases 061552

કચ્છમાં બે વર્ષમાં 44 અેકમોમાંથી અખાદ્ય સામગ્રી હાથ લાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં છેલ્લા બે વર્ષમાં 245 ખાદ્ય અેકમોની તપાસ કરવામાં અાવી છે. જેમાંથી કુલ 44 અેકમો કસુરવાર જણાવાયા હતા. જેની સામે નિયમ મુજબ કોર્ટ કેસ કરાયા હતા. તેમાંથી કેટલાકને કુલ 14.20 લાખનો દંડ પણ ફટકારવામાં અાવ્યો હતો.

ખોરાક અને અાૈષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતા અેકમોની તપાસ કરવામાં અાવે છે. કચ્છમાં અામ પણ ભેળસેળની વ્યાપક ફરિયાદો છે. તેવામાં 2017-18 અને 2018-19માં તંત્રઅે 245 અેકમોની તપાસ કરી હતી. અા અાંકડા તા. 1/6/17થી તા.31/5/19 સુધીના જાહેર કરાયા છે. અા બે વર્ષમાં તપાસ કરાયેલા અેકમોમાંથી કુલ 44 અેકમો કસુરવાર જાહેર કરાયા હતા. જેમાં વર્ષ 2017-18મા 34 અેકમો જ્યારે વર્ષ 2018-9માં માત્ર 10 અેકમો કસુરવાર જાહેર થયા હતા. કસુરવાર જાહેર થયેલા અેકમો સામે સરકારી તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં અાવ્યા હતા. તેમાંથી કેટલાક કિસ્સામાં ચુકાદાઅો પણ જાહેર થઇ ગયા છે. જેના ભાગરૂપે અા અેકમોને રૂા.14.20 લાખનો દંડ પણ ફટકારાયો છે.

કેસ કરવામાં પણ વિલંબ !
અામ તો વિભાગે તપાસ બાદ નમુના પરિક્ષણ માટે મોકલવા પડે છે. ત્યાંથી રીપોર્ટ અાવ્યા બાદ જો ખાદ્યપદાર્થમાં ભેળસેળ કે અયોગ્ય હોય તો કસુરવા અેકમો સામે કોર્ટમાં કેસ દાખલ કરવાનો હોય છે. પરંતુ કચ્છમાં કેટલાક અેકમો સામે કેસ કરવામાં ખૂબ વિલંબ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...