ભારાપરમાં છત પરથી પડી જતાં યુવાન ઘવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના ભારાપર ગામે મકાનની છત ભરવાનું કામ કરતો માધાપરનો યુવાન નીચે પટકાતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં
અાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર ગામે મતિયા કોલોનીમાં રહેતા મજીદ તારમામદ વાઢા (ઉ.વ.25) સોમવારે સવારે દસ વાગ્યાના અરસામાં ભારાપર મહેશ્વરીવાસમાં છત ભરવાનું કામ કરી રહયો હતો. ત્યારે અચાનક પગ લપસી જતાં છત પરથી નીચે પટકાયો હતો. જેને કારણે માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માનકુવા પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...