ભુજમાં નિ:સહાય વરિષ્ઠોના ઘરે વસ્તુઓ પહોંચાડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોક ડાઉનના પગલે લોકોને અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાની મનાઇ છે. આ સ્થિતિમાં નિ:સહાય વરિષ્ઠોની સહાયતાર્થે ભુજ પાલિકા દ્વારા સરાહનીય પગલું ભરાયું છે જે અન્વયે સુધરાઇના કર્મચારીને ફોન કર્યેથી જીવન જરૂરિયાતની વસ્તુઓ વરિષ્ઠના ઘરે પહોંચાડવામા આવશે.

કરિયાણુ અને દવા સહિતની આવશ્યક ચીજોની જે વડીલને જરૂર હોય તેમને તેમના વોર્ડ માટે ફાળવાયેલા કર્મચારીનો સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે. વોર્ડ નં. 1થી 3 માટે કિશોર શેખા મો.નં. 99251 70507, વોર્ડ નં. 4થી 6 માટે ભરત પીપરાણી 99251 70515, વોર્ડ નં. 7 અને 8 માટે જયંત લીંબાચિયા 98981 89608, વોર્ડ નં. 9 અને 10માં રાજેશ જેઠી 99251 70519 તેમજ વોર્ડ નં. 11 માટે દક્ષેશ ભટ્ટના મોબાઇલ નંબર 97277 59098 પર સંપર્ક કરવા
ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...