તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં અાજે 101 કુમારિકાનું પૂજન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં અાજે રવિવારે હાટકેશ સેવા મંડળ તથા અંબિકા મહિલા મંડળના ઉપક્રમે 101 કુમારિકા અને 25 બટુકના પૂજન સાથે નવરાત્રિ પર્વનો અારંભ કરાશે. સાંજે 6:15 કલાકે યોજાનારા અા કાર્યક્રમમાં કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા ઉપરાંત વિવિધ અગ્રણીઅો ઉપસ્થિત રહેશે અને કુમારિકાઅો અને બટુકોનું દૂધ-પાણીથી પગ ધોઇ વિશેષ પૂજન કરાવા સાથે લ્હાણી અપાશે.

અા વેળાઅે શક્રાદય પઠન, અારતી, સ્તુતિ, ગરબા, સંસ્કૃત ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા છે. અાયોજન વ્યવસ્થામાં પ્રમુખ ભૈરવીબેન વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ્યોત્સનાબેન, મોહિનીબેન, ઇલાબેન છાયા, દર્શનાબેન સહિતના સદસ્યો સહભાગી થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...