• Gujarati News
  • National
  • Bhuj News Illegal Connections To People Were Not Visible To The Special Squad Of The System 060635

લોકોને દેખાતા ગેરકાયદે કનેકશન તંત્રની વિશેષ સ્કવોડને ન દેખાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અછતથી પિડાતા જળતરસ્યા મુલક કચ્છમાં પાણીનો બેફામ બગાડ અટકાવવા માટે વહિવટીતંત્રે ગયા અઠવાડિયેજ પ્રાંત કક્ષાઅે ખાસ ચકેીંગ સ્કવોડ બનાવવાનો અાદેશ વછુટયા બાદ તપાસણીનો દોર અારંભાયો હતો. પણ પ્રથમ અઠવાડિયામાં અા તપાસ ટુકડીઅોને પાણી ચોરી કે પછી તેનો બગાડ થઇ રહ્યાનો અેક પણ કેસ ન મળતાં તંત્રની ચેકીંગ કામગીરસી સામે મોટો સવાલ ઉભો થયો છે. કેમકે અાવા કનેકશન લોકોને દેખાતા હોવા છતાં તંત્રની તપાસ ટુકડીઅોને તો દેખાયા જ નથી જે શંકાપ્રેરક છે.

ખુદ પાણી પુરવઠા વિભાગે સતાવાર રીતે અેવો સ્વીકાર કર્યો હતો કે દૈનિક 60થી 66 અેમઅેલડી અેટલે કે 6 થી સાડા 6 કરોડ લિટર પાણીનો વિતરણ સમયે જ વેડફાટ થઇ રહ્યો છે. ડિસ્ટ્રીબ્યુશન લોસ પાછળ અેરવાલ્વમાંથી થતી પાણી ચોરી ઉપરાંત અાસપાસની હોટલો અને કંપનીઅોઅે મેળવેલા ગેરકાયદે કનેકશન તેમજ જુની જર્જરીત લાઇનોના કારણને અાગળ ધરાયું હતું.

અા મુદાને લઇ કલેકટરે ગયા અઠવાડીયે ખાસ સ્કવોડ રચવા પ્રાંત કક્ષાઅે લેખીત અાદેશ જારી કરી દૈનિક તપાસ કરવા અને સાપ્તાહિક સમીક્ષા રિપોર્ટ મોકલવા તાકીદ કરી હતી. જોકે પ્રથમ અઠવાડીયાનો મોટાભાગના પ્રાંત કક્ષાનો રિપોર્ટ નિલ અાવ્યો છે અેટલે કે તંત્રને કોઇ પણ અેરવાલ્વમાંથી પાણી ચોરી થતી હોવાનું કે ગેરકાયદે કનેકશન લેવાયાનું ધ્યાનમાં ચડયું નથી.

પાણીના બગાડનો સતાવાર સ્વીકાર છતાં તંત્રની તપાસ કામગીરી પ્રથમ અઠવાડિયે તો ઉપરલછલ્લી જ રહ્યાનું ચિત્ર ઉપસીને સામે અાવ્યું છે.

ભુજ પ્રાંત કક્ષાઅે તો હજુ ટીમો બનાવાઇ જ નથી
જળ સંકટની વિકટ સ્થિતિ વચ્ચે પાણીનો બગાડ અટકાવવા માટે તેમજ ચોરીને ડામવા કચ્છના 5 પ્રાંતને ચેકીંગ ટુકડી રચી અહેવાલ મોકલવા તાકીદ કરાઇ હતી. જોકે તંત્ર પાણીના વેડફાટ અને ચોરીની તપાસ બાબતે ગંભીર ન દેખાઇ રહ્યું હોય તેમ 5 પેકી ભુજ પ્રાંત કક્ષાઅે હજુ ચેકીંગ ટીમો બનાવાઇ જ નથી. આ બાબતે ભુજ પ્રાંત કચેરીને વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં ટીમ ન બનાવાતા આ કચેરીને કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઇ છે. નર્મદા કેનાલમાં પાણીચોરી અટકાવવા જેવી સક્રિયતા દેખાડાઇ તેવી ગભીરતા અા કિસ્સામાં દેખાડાઇ તો નથી જ.

અન્ય સમાચારો પણ છે...