તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અેરપોર્ટ પાસેથી ગેરકાયદે કોલસા લઇ જતી ટ્રક પકડાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
210 બોરી કોલસા સહિત 10.63 લાખનો મુદ્દામાલ ઝડપાયો
ક્રાઇમ રિપોર્ટર. ભુજ

રેન્જ અાઇજી દ્વારા દારૂ, જુગાર અને ખનીજ પર તવાઇ બોલાવાયા બાદ હવે ગેરકાયદેસર કોલસા પર પોલીસે લાલ અાંખ કરી છે. શહેરના અેરપોર્ટ રીંગ રોડ પર છત્રીસ કર્વાટર નજીક અે-ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન અેક ટ્રકને રોકાવતા વગર પરમીટે કોલસા પરીવહન કરાઇ રહ્યા હતા. પોલીસે 210 બોરી કોલસા સહિત 10.63 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેર અે-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે છત્રીસ કર્વાટર પાસેથી જીજે 24 યુ 5641 વાળી ટ્રકમાં ગેરકાયદેસર કોલસો પરીવહન કરાતો હોવાની બાતમી અાધારે તેને પકડીને ખરાઇ કરતા તેમા ગાંડા બાવળના કોલસાની 210 બોરીઅો અંગે ડ્રાઇવર અનવર રમજુ મોખા (ઉ.વ.32) રહે. વરનોરા પાસેથી પરમીટની માંગણી કરતા અાધાર પુરાવા ન હોઇ ગુનો નોંધી કોલસાની 210 બોરી (કિંમત રૂા. 63000) અને અેક ટ્રક કિ. રૂા. 10 લાખ અેમ કુલ 10.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અા કામગીરીમાં પીઅાઇ અેમ. અાર. બારોટ, તખતસિંહ જાડેજા, મયુરસિંહ અને પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે, રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી દારૂ, ખનીજ અને જુગાર બાદ હવે કોલસાના કાળો કારોબાર પર તવાઇ બોલાવવાનું શરૂ કર્યું છે. અગાઉ બાવળીયા કોલસાનો કારોબાર ધુમ મચાવી હતી અને પરમીટો પણ બોગસ બનતી હોવાની વાત સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો