તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News If The Name Of The Vehicle Sold Is Not Transferred Then You Will Be Subjected To A Memo Without Any Doubt 061557

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેંચેલા વાહનનું નામ ટ્રાન્સફર કરાવ્યું નથી તો વિના વાંકે મેમોનો ભોગ બનશો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટા શહેરોની જેમ હવે ભુજમાં પણ સીસીટીવી કેમેરા ચાલુ થઇ ગયા છે અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહન માલિકોને મેમો ફટકારવાનું શરૂ કરી દેવાશે. મેમો વાહનના નંબરના આધારે માલિકના એડ્રેસ પર પહોંચાડાશે. વાહન ચલાવનાર કોણ છે ? માલિક છે કે કેમ ? તે ધ્યાને નહીં લેવાય પણ આરટીઓમાં નોંધાયેલા વાહનના માલિકના અેડ્રેસ પર મેમો પહોંચશે. વાહન વેંચી દીધા બાદ ખરીદનારે નામ ટ્રાન્સફર નહીં કરાવ્યું હોય અને તે વાહન ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો વિના વાંકે મુળ માલિકને મેમો મળશે.

બાઇક કે ફોરવ્હીલર વાહન વેંચી દીધા બાદ ખરીદનારે નામ ટ્રાન્સફર નહીં કરાવ્યું હોય તો વાહન મુળ માલિકના નામે જ આરટીઓમાં બોલતું હશે. જો કે આ વાહન ટ્રાફિકના નિયમના ભંગ કરશે તો તે વાહનનો મેમો મુળ માલિકને પહોંચશે અને વિના વાંકે મુળ માલિકને મેમો મળશે. કેમેરા વાહન કોણ ચલાવે છે કે માલિક કોણ છે તેને નહીં ઓળખી શકે, કેમેરામાં તો જે નંબર દેખાશે તે નંબરના આધારે મુળ માલિકને મેમો પહોંચાડી દેવાશે. મેટ્રો સીટીમાં મેમોનો ભોગ ન બને તે માટે નંબર પ્લેટનો એક આંકડો ભુંસી નાખવા કે પછી નંબર પ્લેટ જ કાઢી મુકવી. તો મુખ્ય રસ્તાઓથી જવાનું ટાળતા હોય છે.

જૂના વાહનોને કેવી રીતે મેમો આપશો ?
અમુક વાહનો ઓનલાઇન ચઢાવાયેલા હોતા નથી, આવા વાહન માલિક પાસેથી સ્માર્ટ કાર્ડ નહીં પણ જૂની ચોપડીઓ હોય છે. આવા વાહનો આરટીઓમાં બેકલોગ થયા બાદ ઓનલાઇન દેખાતા હોય છે. શહેરમાં એવા કેટલા વાહનો છે જેની ચોપડી હોય છે અને સ્માર્ટ કાર્ડ હોતા નથી. આવા વાહનોને મેમો ફટકારવા માટે આરટીઓના ચોંપડા ચુથવામાં આવશે કે કેવી રીતે મેમો આપવામાં આવશે ? તે જાણવા માટે જિલ્લા ટ્રાફિકના જે. એમ. જાડેજાનો સંપર્ક કર્યો પણ તેમનો ફોન સતત વ્યસ્ત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો