તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News If A Train Is Delayed Due To Another Train The Ticket Will Be Returned 021556

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક ટ્રેન મોડી પડતાં બીજી ટ્રેન ચૂકાશે તો ટિકિટના પૈસા પાછા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરોને હવે ટ્રેન મોડી પડવાના કારણે ટ્રેન ચૂકી જવાની મુશ્કેલીમાંથી રાહત આપવામાં આવી છે.

રેલવેના સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જો મુસાફરે અન્ય ટ્રેનમાં જવું હોય તો તે ટિકિટ પર મુસાફરી કરી શકશે. અથવા ચુકાઈ ગયેલી ટ્રેનની ટિકિટના પૂરા પૈસા પરત મેળવી શકશે. કોઇ કેન્સલેશન ચાર્જ નહીં કપાય.ટ્રેન મોડી પડવી એ ભારતીય રેલવે માટે સામાન્ય વાત હતી. આંદોલન , બ્લોક, અથવા ટેક્નિકલ કારણોથી ટ્રેન મોડી પડે છે.

રેલવે દ્વારા ટ્રેન એક મિનિટ પણ મોડી પડે તો જે તે સેક્શનના અધિકારીનો જવાબ લેવાય છે. પેસેન્જર એમિનિટી માટે ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે. ત્યારે આથી એક ડગલું આગળ વધી રેલવે હવે ટિકિટના પૈસા પૂરા પરત કરશે.

હાલ ટ્રેન છૂટવાના 24 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવીએ તો 50 ટકા ચાર્જ લાગે છે. જ્યારે ત્યાર બાદ કોઇ રિફંડ મળતું નથી. રેલવે દ્વારા મુસાફરની ટિકિટના બંને મુસાફરીના પીએનઆર નંબર લિંક કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો