તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાઢ હોયકે તડકો પછી ભલેને હોય વરસાદ મારે માતાના મઢ જાવું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલા નોરતા આવ્યા નવરાત્રી આવે એટલે માતાના મઢ ના દર્શન કરવા લોકો પગપાળા માને મસ્તક નમાવવા નીકળે છે. આ વર્ષે કચ્છમાં વરસાદ સારો પડ્યો છે અને હજુ પણ વરસાદ કેડો મુકતો નથી.

હાલ પદયાત્રીઓ પગપાળા માતાના મઢમાં આશાપુરાના દર્શને ત્રણ દિવસ થયા નીકળ્યા છે પણ વરસાદ ચાલુ જ છે. પદયાત્રાળુઓનો પ્રવાહ પણ અવિરત છે. સવારના ભાગે ગરમી જેવો માહોલ અને બપોર પછી વરસાદ ચાલુ થઈ જાય છે. પણ માતાના મઢ જતા યાત્રાળુઓ કહે છે કે ટાઢ હોયકે તડકો કે હોય વરસાદ અમારે માતાના મઢ જવું છે.

ભુજથી બંને બાજુએ હાઇવે પરથી જતા પદયાત્રાળુને બપોર પછી વરસાદ નડતર રૂપ થઈ રહ્યો છે. યાત્રાળુઓ પોતાની શ્રધ્ધા અતુટ રાખીને આગળ વધી રહ્યા છે. એવીજ રીતે આજે પણ વરસાદ પડ્યો હતો. વરસતા વરસાદમાં પણ ચાલી રહ્યા છે. વરસાદ પડે એટલે યાત્રાળુઓ સલામત રહી

...અનુસંધાન પાનાનં.9

શકાય એવી જગ્યાએ ઉભા રહી જાય છે જેવો વરસાદ બંધ થાય એટલે રવાના થઈ જાય છે.બોક્ષ : કેમ્પમાં મોટરથી પાણી ઉલેચવું પડ્યું

શુક્રવારે બપોર બાદ અચાનક ભુજ તાલુકાની આહિરપટ્ટીમાં મેઘો ધોધમાર વરસી પડતા ભુજ-ભચાઉ ધોરીમાર્ગના આશાપુરા માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રિકોના સેવાકેમ્પોમાં રીતસરના પાણી ભરાયા હતા. કેમ્પમાં પાણી ભરાતા મોટરથી પાણી ઉલેચાયા હતા, છતાંય સેવા અવિરત ચાલુજ રહી હતી.

પદયાત્રીઓ પલળ્યા બાદ પણ અડીખમ
પદયાત્રીઓની સેવા માટે રાધનપુરથી કચ્છ આવેલા કરશનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પગપાળા નીકળેલા આસ્થળુઓને વરસાદનું વિઘ્ન નહિ નડે. કદાચ ઠંડી પડવાથી બીમાર પણ પડ્યા તો તેમની આરોગ્યની ચિંતા કરવાની અમારી જવાબદારી છે. મઢવાળી મા બધાને દર્શન આપશે. ધ્રાંગધ્રાથી પરિવાર સાથે પગપાળા બુધવારે નીકળેલા દેવજીભાઈએ જણાવ્યું કે, અમને રસ્તામાં કોઈ તકલીફ નથી પડી. ભુજમાં બપોરે ભારે વરસાદમાં પલળ્યા પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કેમ્પમાં તાવ અને ઉધરસની દવા લઈ લેતા, એકદમ ...અનુસંધાન પાનાનં.9સારૂ લાગે છે. મઢના રસ્તે ઠેર ઠેર સેવા કેમ્પ ધમધમે છે, જેને પગલે રસ્તો કયાં કપાઈ ગયો તે ખબર જ ન પડી. અન્ય પદયાત્રીઓ નો પણ સૂર એ જ હતો કે, રક્ષા કરવાવાળી મા બેઠી છે, પછી શું ચિંતા હોય. કચ્છ બહારથી આવતા અનેક પદયાત્રીઓ હતા કે જેઓ વરસાદમાં ભીંજાવા સામે કોઈ તૈયારી નહોતી, પણ મજબૂત મનોબળ અને અડગ આસ્થા થકી કોઈ પણ હવામાનના પલટાથી ચિંતિત નહોતો.

અન્ય સમાચારો પણ છે...