અેમ્બ્યૂલન્સ CMના કાફલામાં હોતાં દર્દીને હાલાકીનો અાક્ષેપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે અાવતાં ન્યમોનુસાર ભુજની જનરલ હોસ્પિટલની વેન્ટીલેટરની સુવિધા વાળી અેમ્બ્યૂલન્સ તેમના કાફલામાં મુકાઇ હોવાથી દર્દીને જિલ્લા બહાર ખસેડવામાં હાલાકી પડી હોવાનો અાક્ષેપ શહેરના અગ્રણી દ્વારા કરાયો હતો.

ગાંધીધામના 35 વર્ષીય લાલસરા બહાદૂરને અકસ્માત નડતાં જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમની તબિયત નાજૂક હોતાં વધુ સારવાર અર્થે જિલ્લા બહાર ખસેડવાની જરૂર ઉભી થઇ હતી પણ વેન્ટીલેટર વાળી અેમ્બ્યૂલન્સ ન હોતાં હાલાકી વેઠવીપડી હતી તેવો અાક્ષેપ રફીક મારાઅે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...