તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

28.61 કરોડની ખનીજ ચોરી કેવી રીતે થઇ ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28.61 કરોડની ખનીજ ચોરી કેવી રીતે થઇ ?
અા લીઝ વિસ્તારમાંથી 1985થી અોગસ્ટ 2019 સુધીના ઉત્પાદન નિકાસના અાંકડા સાથે સરખાવવામાં અાવતા 73941.37 ટન વ્હાઇટ કલેની નિકાસ બિનઅધિકૃત રીતે થઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર અાવ્યું હતું. જેના પર પ્રતિ ટને રૂ. 405 લેખે રૂ. 2.99 કરોડ ઉપરાંત અા રકમના 21 ટકા લેખે રૂ. 62.88 લાખ પર્યાવણીય નુકશાનની વળતરની રકમ, તેમજ ક્વોરી લીઝ વિસ્તાર બહાર 510045.99 ટન વ્હાઇટ કલે ખનીજનું ગેરકાયદે ખોદકામ કરવા બદલ 28.61 કરોડની ખનીજ ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.

અા કેસના અારોપીઅો જયેશ અંબિકાપ્રસાદ પંડ્યા અને વસ્તાભાઇ મસરીભાઇ અોડેદરાને 25-25 હજારની સ્યોર્ટી પર અને અાટલી જ રકમના પર્સનલ બોન્ડ પર અાગોતરા જામીન અાપવામાં અાવ્યા હતાં. તેમને 17મી ડિસેમ્બરે 11 વાગ્યે તપાસનીશ અમલદાર સમક્ષ હાજર થવાનું છે. ત્રણ મહિના માટે દર બુધવારે સવારે 11 વાગ્યેથી સાંંજે 6 વાગ્યા સુધી ખાણ ખનીજ ખાતાની કચેરીઅે હાજર રહી તપાસમાં સહયોગ અાપવાનો છે. દર મહિનાની 10મી તારીખે પદ્ધર પોલીસ સ્ટેશને હાજર થવું પડશે. અદાલતની પરવાનગી વિના ભુજ તાલુકાની બહાર નહીં જઇ શકે. સાત દિવસમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે. સાત દિવસમાં પોતાની તથા પોતાના પરિવારની તમામ સ્થાવર અને જંગમ મિલ્કતના દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો અાપવી પડશે. બેંકમાં રહેલી રકમ કે મિલ્કતો તબદીલ નહીં કરી શકે. માત્ર અેક બેંક ખાતું વાપરી શકશે અને તેમાંથી મહિને 50 હજારથી વધુ રકમ ઉપાડી નહીં શકે. અાના જેવી કેટલીક શરતો લાદવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...