• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News - heavy wind blowing in coastal belt including koteshwar 021130

કોટેશ્વર સહિતના દરિયાઇ પટ્ટામાં ફૂંકાયેલા ભારે પવને સર્જી મુશ્કેલી

DivyaBhaskar News Network

Mar 16, 2019, 02:11 AM IST
Bhuj News - heavy wind blowing in coastal belt including koteshwar 021130
નારાયણ સરોવર | કચ્છના કોટેશ્વર સહિતના દરિયાઇ પટ્ટાના વિસ્તારોમાં શુક્રવારના આખો દિવસ તેજ ગતીએ પવન ફુંકાતા યાત્રાળઓ સહિત સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો. સવારથીજ શરૂ થયેલો ભારે પવન સૂર્યાસ્ત થયા બાદ થોડો નરમ પડત લોકોએ રાહતનો દમ લીધો હતો.

પવનના કારણે દિવસભર ધુળની ડમરીઓ ઉડતાં વાહનચાલકો અકળાયા હતા. જોકે પવન પૂર્વ દિશાએથી ફુંકાતો હોઇ વાતાવરણમાં તેના લીધે ઠંડક વર્તાઇ નહોતી.જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પવન ફુંકાયો હતો. આ તરફ ભુજ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં વિષમ હવામાનનો દોર વધુ એક દિવસ જારી રહ્યો હતો. સરેરાશ 30થી 33 ડિગ્રી મહતમ તાપમાનની સામે લઘુતમ પારો 15થી 17 ડિગ્રી વચ્ચે રહેતાં વહેલી સવાર સુધી ફુલગુલાબી ચમક બાદ દિવસ ચડતાં ગરમીનો પ્રભાવ વર્તાયો હતો.

X
Bhuj News - heavy wind blowing in coastal belt including koteshwar 021130
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી