• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News health check up of 649 lakh children under 18 years of age in kutch 061633

કચ્છના 18 વર્ષ સુધીનાં 6.49 લાખ બાળકોની થશે આરોગ્ય ચકાસણી

Bhuj News - health check up of 649 lakh children under 18 years of age in kutch 061633

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવા સાથે તેઓમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ કરવાના પ્રયાસરૂપે ચાલુ વર્ષે કચ્છમાં 2019ની 25મી નવેમ્બરથી 2020ની 30મી જાન્યુઅારી સુધી ‘‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ અમલમાં રહેશે, જેમાં બાળકોના આરોગ્ય તપાસણીથી લઈને સુપર સ્પેશ્યાલીસ્ટ સુધીની સારવારનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન 4952 સંસ્થાઓના 6,49,014 જેટલાં બાળકોને આવરી લેવામાં આવશે. અેવું ગુરુવારે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગવર્નીંગ બોડી કમિટીની સમીક્ષા બેઠકમાં જણાવાયું હતું.

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખાલી, ફાટેલા હોઠ/તાળવા, કલબફુટ, જન્મજાત મોતીયો સારવાર-ઓપરેશન, હ્રદય, કિડની, કેન્સર જેવા રોગો માટે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર વિનામુલ્યે અપાશે. કિડની, લિવર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ,કોકલીયર ઇમપ્લાન્ટ જેવી અત્યાધુનિક સારવાર પણ વિનામુલ્યે અપાશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરની ઉપસ્થિતિમાં યોજાયેલ ગવર્નીંગ બોડી કમિટીની સમીક્ષા બેઠકમાં વધુમાં જણાવાયું હતું કે, કામગીરી માટે કુલ 488 ટીમો અને 19,934 કાર્યકરો સાથેનું સમગ્ર આયોજન કરાયું છે. જેમાં 14,579 શિક્ષકો, 701 સ્ત્રી-પુરૂષ આરોગ્ય કર્મીઓ, 40 સ્ટાફ નર્સ, 2370 આંગણવાડી વર્કર અને બાલમંદિર સંચાલક, 1706 આશા બહેનો, પીએચસી/સીએચસીના 73 એમ.બી.બી.એસ. ડોકટરો, 128 આયુષ ડોકટરો, 70 મુખ્ય સેવિકા, 4 જિલ્લાકક્ષાના સુપરવાઇઝર, 10 ટી.બી.સુપરવાઇઝર, 1 લેપ્રસી સુપરવાઇઝર, 192 સ્વયંસેવકો, 35 ફાર્માસીસ્ટ, 25 ફિમેલ હેલ્થ વર્કરનો સમાવેશ કરાયો છે.

ડિસ્ટ્રીકટ કો.અોર્ડિનેશન કમિટીની પણ બેઠક મળી

નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ડિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેશન કમિટિ બેઠકમાં ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, જિલ્લા મેલેરિયા અધિકારી એ.એમ.ભટ્ટ, સાયકયાટ્રિકસ ડો.મહેશ ટીલવાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેટરનીટી ડેથ અટકાવવા 11મી નવેમ્બરે વર્કશોપ

આ બેઠકમાં સગર્ભા બહેનો અને નવજાત શીશુની સારસંભાળ માટે આરોગ્યના સારાં પગલાં લેવા, હાઇ બી.પી. કે અન્ય કારણોથી મેટરનીટી ડેથ અટકાવવા, એનિમિયા મુકત ભારત કાર્યક્રમ અંતર્ગત 11મી નવેમ્બરે વર્કશોપ યોજવા, તમાકુ નિયંત્રણ ધારાની કડક અમલવારી અને ઝુંબેશ સહિતના મુદ્દાઓ આવરી લેવાયા હતાં.

શાળાઅે ન જતા બાળકો સાંકળી લેવા આયોજન

શાળા આરોગ્ય કાર્યક્રમના થયેલા માઇક્રોપ્લાનીંગ અનુસાર 2378 આંગણવાડી, બાલમંદિરના 1,97,287 બાળકો, 2088 પ્રાથમિક શાળાનાં 3,47,595 બાળકો, માધ્યમિક, ઉચ્ચ.માધ્યમિક 450 શાળાના 88,394 તથા અન્ય 36 શાળાના 7,712 સહિત શાળાએ ન જતાં 8,026 બાળકો મળીને કુલ 6,49,014 બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવશે.

X
Bhuj News - health check up of 649 lakh children under 18 years of age in kutch 061633
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી