તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જયેષ્ઠાનગરમાં ધામધૂમથી ઉજવાશે હનુમાન જયંતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | ભુજના જયેષ્ઠાનગરમાં હનુમાન યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ સાલે 19મી અેપ્રિલે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં અાવશે. હનુમાન યુવક મંડળના જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ડી.પી. ચોકમાં હનુમાન મંદિર છે, જેમાં છેલ્લા 6 વર્ષથી ઉજવણી કરવામાં અાવે છે. સવારે 8.30 વાગે હોમ હવન, સાંજે 6થી 7 વાગે સત્સંગ ભજન, સાંજે 7.30 વાગે મહાઅારતી બાદ રાત્રે 9 વાગે મહાપ્રસાદનું અાયોજન કરાયું છે. સમારંભના અતિથિ વિશેષ પદે રાજેશ ગોર, હેમાબેન ભાનુશાલી, દિલીપ હડિયા રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો મહાપ્રસાદનો લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...