તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Half Of The Western Kutch Police Stations Are Not The Police Inspectors 025554

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ કચ્છના અડધે અડધા પોલીસ મથકોમાં પોલીસ ઇન્સ્પેકટર જ નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પશ્ચિમ કચ્છ પોલીસ મથકમાં હાલ ગુનાહિત પ્રવૃતિનો ગ્રાફ ઉચો જઇ રહયો છે અને કાયદો વ્યવસ્થાની હાલત કથડી રહી છે ત્યારે પશ્ચિમ કચ્છના 50 ટકા પોલીસ મથકો ઇન્ચાર્જ પીઆઇના હવાલે છે, 16 ઇન્સ્પેકટરોની મહેકમ સામે 8 પીઆઇ ફરજ પર છે બાકીનાઓની બદલી થયા બાદ નવા પીઆઇ હાજર ન થાય હોય કે રજા પર હોવાને કારણે પોલીસ સ્ટેશનો હવાલો સબ ઇન્પેકટર સંભાળી રહયા છે. એટલું જ નહીં પોલીસની બે મહત્વની શાખા પણ પીઆઇ વિહોણી છે. અેલસીબી, એસઓજી, બી-ડિવિઝન સહિતના પોલીસ ઇન્સ્પેકટરોની જગ્યાએ પીએસઆઇના હવાલે છે.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ પોલીસની શાખાઓમાં જોઇએ તો, એલસીબી, એલઆઇબી, જેઆઇસી, મુખ્ય મથક ભુજ શહેર એ અને બી પોલીસ સ્ટેશનનો અને ક્રાઇમ અગેન્સવુમન, એલઆઇબી, માનકુવા, મુન્દ્રા, માંડવી, માંડવી મરીન, ગઢશીશા, જખૌ મરીન,તથા સીપીઆઇ ભુજ, નખત્રાણા, નલિયા સહિત 16 પીઆઇની પોસ્ટ છે, જેમા 50 ટકા જેટલા પીઅાઇઓની બદલી થઇ ચુકી છે, તો તેમની સામે નવી નિમણુક અમુક અંશે થઇ છે જેમણે ચાર્જ સંભાળ્યો નથી અને અમુક પીએસઆઇઓના નજીકમાં પ્રમોશન હોવાને કારણે પીઆઇની પોસ્ટ સંભાળી રહયા છે.

આમ પશ્ચિમ કચ્છમાં હાલ પીઆઇઓની ગેરહાજરીને કારણે પોલીસ મથકોમાં રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો તાલ જવા મળી રહયો તો સામે એકલ દોકલ કિસ્સાઓને બાદ કરતા મોટા ભાગના ગુના અનડીટેકટ રહયા છે.સામે ગુનાહીત પ્રવૃતિઓ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો