તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં માવઠું : હાજીપીરમાં તોફાની પવન સાથે કરા પડ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છના કેટલાક વિસ્તારોમાં સવારે એકાએક પલટાયેલા હવામાન વચ્ચે માવઠું થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા 6થી 12 મીલિમીટર જેટલા વરસાદના પગલે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ભુજ તાલુકાના હાજીપીરમાં કરા પડતાં કૌતુક સર્જાયું હતું. ભુજ ઉપરાચંત માનકૂવા, ગઢશીશા, અંજાર, રાપર તેમજ નખત્રાણા પંથકમાં થયેલાં માવઠાના કારણે ખાસ કરીને રાયડાના ઉભા મોલને વ્યાપક નુક્સાની થવાની ભીતિ કિસાનોએ વ્યક્ત કરી હતી.

ભુજમાં સવારે માહોલ ગોરંભાયો હતો અને હળવું ઝાપટું વરસ્યું હતું. તાલુકાના માનકૂવામાં સવારે 11 વાગ્યાના અરસામાં ભારે ઝાપટું પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. હાજીપીરમાં એકાએક હવામાન પલટાયું હતું અને તોફાની પવન સાથે કરા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ગાંધીધામ સંકુલમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ભારતનગર સહિતના વિસ્તારની હાલત કફોડી થઇ ગઇ હતી. આ વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બપોર પછી ઉઘાડ નિકળતાં લોકોએ રાહત અનુભવી હતી.

અંજારમાં વેગીલા પવન અને ગાજ વીજ સાથે 4 મિમિ જેટલું કમોસમી માવઠું થયું હતું. તાલુકાના ખેડૂતોના જણાવ્યા મુજબ માવઠાના કારણે જીરું વાવેલ છે અને જેમાં ફાલ આવી ગયો છે તેવા ખેડૂતોને ખૂબ જ નુકસાન થવાની સંભાવના છે. અગાઉ પડેલા 2 ઇંચ જેટલા કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું હતું.

રાપર તાલુકામાં બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યાં હતાં. રાપરમાં અડધા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. તાલુકાના રામવાવ, સુવઇ, ગવરીપર, જેસડા, વણોઈ, ખેંગારપર, મોટી રવ, નંદાસર, મોડા, આડેસર વગેરે વિસ્તારમાં માવઠું થતાં જીરૂ, ઘઉં, ઇસબગુલ, વગેરે રવી પાકોને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગાજ વીજ સાથે અચાનક વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. રાપર નાયબ મામલતદાર મહેશ ઠક્કર જણાવ્યા મુજબ 6 મીલિ મીટર એટલે કે, પા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

નખત્રાણા તાલુકાના નાના અંગિયા, વિથોણ, ધાવડા, ચાવડકા, ભડલી, મંગવાણા, પલીવાડ, સાંયરા, દેવપર, મોટા યક્ષ, સુખસાણ સહિના વિસ્તારમાં સવારે માવઠું થતાં કિસાનો ચિંતિત બન્યા હતા.

માંડવી તાલુકાના ગઢશીશામાં સવારે 10.30 કલાકના અરસામાં કમોસમી ઝાપટું વરસ્યું હતું. આ પંથકના દેવપર, મઉં, ઘોડાલખ સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.

ભુજ, ગાંધીધામ, માનકૂવા, હાજીપીર, અંજાર, રાપર, નખત્રાણા, ગઢશીશા વિસ્તારમાં પાણી વહી નીકળ્યાં
હાજીપીરમાં મકાનો પરથી છાપરા ઉડ્યાં
હાજીપીરમાં બપોર બાદ ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે તોફાની પવન ફુંકાયો હતો. અંદાજે 30 મિનિટ સુધી મિનિ વાવાઝોડા જેવો પવન ફુંકાતાં કેટલાક મકાનો પરથી છાપરા ઉડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કરા પડવાની સાથે ઘર પરથી છાપરા ઉડતાં ભોગ બનેલા લોકોની હાલત કફોડી થઇ હતી.

રાયડાને વ્યાપક નુક્સાનીની ભીતિ
વિથોણના ખેડૂત શાંતિલાલ નાયાણી અને આણંદપરના ખેતશી મુખીએ જણાવ્યું હતું કે, આ માવઠાથી રાયડો, જીરૂ, ઇસબગુલ, ધાણા અને ઘઉં જેવા તૈયાર પાકોમાં વ્યાપક નુક્સાન થશે. જો કે, એરંડાને ફાયદો થશે. આ વર્ષે અન્ય પાકોની તુલનાએ રાયડાનું ઉત્પાદન સારૂં થવાની સંભાવના હતી, પણ માવઠું થવાથી પાક બળી જવાની ભીતિ સતાવી રહી છે તેમ બન્ને કિસાન આગેવાનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો