તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમર્સ કોલેજમાં ગ્રૂપ ડિસ્કશન હરીફાઇનું અાયોજન થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજની કોમર્સ કોલેજ અને એલિટ સ્પોકન ઈંગ્લીશ ઇન્સ્ટિટ્યૂટ ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરના હેતુથી ગ્રૂપ ડિસ્કશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કૉલેજના કલ્ચરલ કોર્ડીંનેટર પ્રા. ડૉ. એલ.પી.પરમારે પ્રાસંગિક ઉદબોધનથી કરી હતી. ત્યારબાદ કૉલેજના આચાર્ય ડી.કે.અઘારાઅે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે જાગૃતિ કેળવવા માટે સતત આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યાં હતાં. કૉલેજના કેરિયર કૉર્નર ઇન્ચાર્જ પ્રા. પ્રીતિબેન મોમાયાએ આ સ્પર્ધાનું મહત્વ સમજાવી કાર્યક્રમનો દોર આગળ વધાર્યો હતો.

એલિટ ઇન્સ્ટિટ્યૂટના અક્ષય ઠકકર અને પૂજા ચંદેએ ઉપસ્થિત લોકોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરી સ્પર્ધાના નિયમો સમજાવી સ્પર્ધાની શરૂઆત કરી હતી. ત્રણ રાઉન્ડમાં થઈને કૂલ 42 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ત્રણ રાઉન્ડના વિજેતાઓ માટે ચોથો અને ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.બાલાબેન ઠકકરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિજેતાઓ મણકા પ્રવીણ અને સફિલને સન્માનિત કરાયા હતાં. અને આમ જ સંસ્થાનું ગૌરવ વધારતાં રહે એવી શુભેચ્છા આપી અને વિદ્યાર્થીઓને 2 દિવસ ટ્રેનિંગ આપવા બદલ એમણે તેમજ સંસ્થાએ એલિટ ઇન્સ્ટિટ્યૂટનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જજ તરીકે કૉલેજના કલ્ચરલ સહ-કોર્ડીંનેટર એવા સલીમ હિંગોરા તેમજ ભાવિબેન ઠક્કરે સેવા આપી હતી. કાર્યક્રમને અંતે પ્રાધ્યાપક એસ.એ. કુંદનપુરવાલાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પૂજા ચંદેએ સહયોગ આપવા બદલ સંસ્થા,જજ તેમજ વિદ્યાર્થીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફે યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો