• Gujarati News
  • National
  • Bhuj News Google Took A Picture From Space The Kutch Of Kundal In A Thousand New Landscapes 062032

ગૂગલે અવકાશ પરથી તસવીર લીધી, વિશ્વના અતિઆકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપમાં કચ્છનું કંડલા પણ...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલે અવકાશમાંથી લીધેલી, વિશ્વના અતિઆકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપની વિહંગમ તસવીરો જારી કરી છે. નવા એક હજાર દ્રશ્યો સાથે પૃથ્વી પરના આવા લેન્ડસ્કેપની તસવીરોની સંખ્યા 2500 જેટલી થવા પામી છે. ગૂગલે અવકાશમાંથી લીધેલા પૃથ્વીના સુંદર ફોટોઝને વોલપેપરમાં ઉમેર્યા છે. એક હજાર જેટલા નવા લેન્ડસ્કેપમાં કચ્છ જિલ્લાના કંડલા ખાતેની ઓઇલ જેટી અને તેની ફરતેના વિસ્તારનો સમાવેશ થાય છે. ગૂગલના બ્લોગ પોસ્ટ મુજબ, છેલ્લા દાયકાથી એન્ડ્રોઇડ યૂઝર્સે વોલપેપરને ક્રોમકોસ્ટ અને ગૂગલ હોમના સ્ક્રીનશોર્ટ તરીકે ઉપયોગ કર્યો છે. રાજ્યના કચ્છ, જામનગર, દ્રારકા અને સુરેન્દ્રનગર જિલ્લાની 10થી વધારે આહલાદક લેન્ડસ્કેપ તસવીરો જારી કરાઇ છે. કચ્છની જ સાત તસવીરો આ યાદીમાં છે. તેમાં પણ મોટા ભાગના લેન્ડ સ્કેપ મીઠાના અગરના છે. તેમાં કાસેઝથી દક્ષિણે આવેલો વિસ્તાર, ભચાઉ-વોંધની દક્ષિણે આવેલો વિસ્તાર અને કચ્છના નાના રણમાં આવેલા લેન્ડ સ્કેપ છે.
અન્ય સમાચારો પણ છે...