તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગડા પાટીયા પાસે 11500નો દારૂ પકડાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગડા પાટીયા પાસે 11500નો દારૂ પકડાયો
ભુજ તાલુકાના ગડા પાટીયા પાસે ટ્રક નં.જીજે 12 એકસ 3146માં બે ઇસમો પુનાથી પાવડરની બોરીઓ ભરી આવે છે અને આ ટ્રકમાં મસ્કા (માંડવી)ના આશિષ ચંદ્રકાંત જોષીએ ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવ્યો છે અને ટ્રક ભચાઉથી વાયા દુધઇ આવી ભુજોડી રેલ્વે ફાટકથી માંડવી તરફ જવા નીકળશે. પોલીસે વોચ ગોઠવતા આ ટ્રક શેખપીર તરફથી આવી હતી. તેને ચેક કરવામાં આવતા તેમાંથી કાચની એક લીટર વાળી મેકડોવેલ નં.1, રીઝર્વ વ્હીસ્કીની કાચની બોટલો નંગ 10 તથા પ્લાસ્ટીકની એક લીટરવાળી મેકડોવેલ નં.1, સેલિબ્રેશન મેટર્ડ થ્રી એકસ રમની બોટલ નં.13 એમ કુલ્લે 11500ના મૂલ્યની 23 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત 7 લાખની કિંમતની ટ્રક તથા ટ્રકમાં રાખવામાં આવેલી 35106ની કિંમતની પાવડરની 340 બોરીઓ, 3500ના મૂલ્યના 2 મોબાઇલ મળી 7,50,106નો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો. ટ્રકના ડ્રાઇવર-કલીનર મસ્કાના દીપેશ ચંદ્રકાંત જોશી અને ભુજના સાગર બંગ્લોઝમાં રહેતા ચેતન ખીમજી દવેની અટકાયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો