• Gujarati News
  • National
  • Bhuj News From Today On The Sun Taurus Zodiac The Lion Bride The Benefit To The Zodiac Aries Libra Preserve The Zodiac 060640

આજથી સૂર્ય વૃષભ રાશિમાં, સિંહ-કન્યા, રાશિને લાભ, મેષ-તુલા રાશિએ સાચવવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારે 11.01 કલાકે સૂર્ય વૃષભ પ્રવેશ કરશે અને સતત એક માસ પરિભ્રમણ કરશે. જ્યોતિષી વર્ગના જણાવ્યા અનુસાર આ પરિભ્રમણ અશુભ ગણાય છે. કારણ કે સૂર્યને શુક્રની રાશિ અનુકૂળ નથી. આવા સમયમાં સરકારી અધિકારીઓ કે અન્ય કર્મચારી લાંચરુશવત કેસમાં સપડાઈ શકે.

ગરમી કંઈક અંશે ઘટે, શિક્ષણ જગતમાં આ સમય વિદ્યાર્થી, વાલી માટે અશુભ કે અપ્રિય ગણાય.ખાસ કરીને મહાનુભાવે તબિયતની સવિશેષ કાળજી રાખવી. ગરમીમાં તબીયત લથડે નહીં તે માટે કાળજી રાખવા જણાવાયું હતું.

કન્યા રાશિમાં ભાગ્ય પરિવર્તન
મેષ : વાણી ઉપર સંયમ રાખવો. અકારણ વાદ-વિવાદ કે ઝઘડા થાય.આવક કરતાં જાવક વધે.

વૃષભ: પદ-પ્રતિષ્ઠા મળવાના યોગ. સ્વભાવમાં ગુસ્સો આવે. લગ્નજીવન કંઈક અંશે બગડે.

મિથુન: કોર્ટ-કચેરી,હોસ્પિટલની દોડાદોડી રહે.નોકરિયાત વર્ગને બદલી થવાના યોગ.

કર્ક: લાંબાગાળાના મળવાપાત્ર લાભો મળે. વડીલોથી લાભ.શત્રુઓ ઉપર વિજય.

સિંહ: નોકરી-ધંધામાં શુભ તક. માતાની આરોગ્ય માટે કાળજી રાખવી. મહત્વની તક ઝડપી લેવી.

કન્યા: ભાગ્ય પરિવર્તન,સરકારી લાભ,ધાર્મિક યાત્રા સાથેસન્માન.

તુલા: ટૂંકી બીમારી આવે. આત્મવિશ્વાસનો અભાવ, અકસ્માતનો ભય, સ્વજનો સાથે સંબંધો સુધરે.

વૃશ્ચિક: સર્વ પ્રકાર શુભ સમય.સંતાનો દ્વારા માન-સન્માન મળે.આંખોને લગતી તકલીફ થાય.

ધન: છૂપા શત્રુ પર શમન.ધંધાદારી વર્ગનો ધંધો વધે.નોકરિયાતને માન-સન્માન, પ્રમોશન મળે.

મકર: અધૂરો વિદ્યાભ્યાસ પૂર્ણ થાય.શેર-સટ્ટાથી લાભ.પનોતીમાં ઉન્નતિકારક બની રહે.

અન્ય સમાચારો પણ છે...