તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News From 2009 The Father Of Four Children Became Ludbay39s Sarpanch In 2016 061639

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2009થી ચાર સંતાનના પિતા 2016માં બન્યા લુડબાયના સરપંચ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નખત્રાણા તાલુકાની લુડબાય જૂથ ગ્રામ પંચાયતના સરપંચની 2016માં ચૂંટણી થઈ હતી, જેમાં 2009ની સાલથી ચાર સંતાનના પિતા જત ભસરીયાનગરે ખોટું સોગંદનામું રજુ કરી ચૂંટણીમાં જંપલાવ્યું હતું અને સરપંચ બની ગયા હતા. જે બાબતે 2018ની 23મી અોગસ્ટે સંબંધિત તંત્રને જાણ પણ કરાઈ હતી. પરંતુ, દોઢ વર્ષ બાદ પણ સરપંચને પદ ઉપરથી દૂર કરાયા નથી. અેવા અાક્ષેપ સાથે નખત્રાણા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરાઈ હતી.

અરજદાર ગુલામ ગુલહસન જતે 2020ની 11મી માર્ચે નખત્રાણા તાલુકા પંચાયતના વિકાસ અધિકારીને લુડબાય જૂથ ગ્રામ પંચાયતના સરપંચે સંતાનો અંગે ખોટું સોગંદનામું રજુ કરી સત્તા હાંસલ કર્યા અંગે રજુઅાત કરતા ઉમેર્યું હતું કે, જત ભસરીયાનગરે 2016ની ડિસેમ્બરે સરપંચ પદની દાવેદારી માટે ચૂંટણીમાં જંપલાવવા ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં 2005 પછી કોઈ સંતાનને જન્મ ન અાપ્યાનું સોગંદનામું રજુ કર્યું છે. પરંતુ, તેમને 2009ની 15મી જુલાઈના ચોથું સંતાન થયું છે. જેની નોંધણી લુડબાય જુથ ગ્રામ પંચાયતના જન્મ રજિસ્ટરમાં થઈ છે. વળી લુડબાય 1 પંચાયતી પ્રાથમિક શાળાના જી.અાર.માં ચોથા સંતાનની જન્મ તારીખ અને કયા ધોરણમાં ભણે છે તેની વિગતો પણ છે. અેટલું જ નહીં ચારે સંતાનોના અાધાર કાર્ડ છે. રાશનકાર્ડમાં પણ નામો દાખલ કરાયા છે. ચારે સંતાનો જીવીત પણ છે. જે બાબતે 2018ની 28મી અોગસ્ટે અરજી પણ કરવામાં અાવી છે. અામ છતાં યોગ્ય કાર્યવાહી કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો