તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Five Teachers From Kutch Spread Across The State With Innovative Experiments 061537

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ સાથે કચ્છના 5 શિક્ષકો રાજયસ્તરે છવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્ય કક્ષાનો પાચમો અેજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ-2020 જિલ્લા તાલીમ ભવન-અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં ભુજ, નખત્રાણા, મુન્દ્રા અને ગાંધીધામના શિક્ષકો શાળા, કોલેજ, વર્ગખંડમાં કરેલા અભિનવ પ્રયોગોની પ્રસ્તુતિથી છવાયા હતા.

રાજ્યના 35 જિલ્લાના 1700 નવતર પ્રયોગો રજૂ થયા હતા, જે પૈકી દરેક જિલ્લાના 5 પ્રયોગો રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામ્યા હતા. કચ્છના 5 પ્રયોગો પૈકી ભુજની હિતેન ધોળકિયા પ્રા. શાળાના અશોકભાઇ પરમારે તર્કશક્તિનો વિકાસ, ગાંધીધામ કૈલાસનગર પ્રા. શાળાના અાશિષભાઇઅે વર્ગખંડમાં અાઇ.સી.ટી. અંગે, વાંકી પ્રા. શાળાના નારાણભાઇ ગોયલ અને રાકેશભાઇઅે પ્રેયર સોફ્ટવેર, નખત્રાણા સરકારી હાઇસ્કૂલના વીરેનસિંહ ધલે સોફ્ટવેરથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ મુન્દ્રા ડી.અેલ.અેડ. કોલેજના ડો. કેશુભાઇ મોરસાણિયાઅે છાત્રોમાં અેકાગ્રતાના વિકાસ અંગેનો પ્રયોગ રજૂ કર્યો હતો.

વર્ગખંડમાં કંઇક નવું ન કરે તો શિક્ષક શાનો ! અેવા માર્મિક ઉદ્દગારોથી ઉદ્દઘાટન સત્રમાં સંવાદ કરતા ગાંધીનગર અાઇ.અાઇ.ટી.ઇ.ના કુલપતિ ડો. હર્ષદભાઇ પટેલ કહ્યું હતું કે, રાષ્ટ્રની ધરોહર અેવા શિક્ષકો નીત નૂતન જ હોવા જોઇઅે. કાર્યક્રમમાં જી.સી.ઇ.અાર.ટી. ગાંધીનગરના નિયામક ડો. ટી.અેસ. જોષી, રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રફૂલ્લ જલ્લુઅે કચ્છના શિક્ષકોને અભિનંદન
પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો