તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News First Installment Of Rs 1063 Crore Deposited In Kisano39s Account Of Kutch 025618

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના કિસાનોના ખાતામાં 10.63 કરોડનો પ્રથમ હપ્તો જમા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના શુભારંભ પ્રસંગે કોટડા(આથમણા) ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જિલ્લાકક્ષાના કાર્યક્રમને જિલ્લા કલેકટર રેમ્યા મોહને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂક્યો હતો.

રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં ગોરખપુર ખાતે વડાપ્રધાન મોદીએ એક બટન દબાવતાં જ કચ્છના કિસાનોના ખાતામાં પણ પ્રથમ હપ્તા પેટે રૂા. 10.63 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડીબીટી)ના માધ્યમથી જમા થયા હતા. રાજયમંત્રીએ કચ્છમાં 53,000 ઉપરાંત ખેડૂતોના ખાતામાં પહેલો હપ્તો જમા થઇ ગયાનું જણાવી કચ્છને 1 લાખ મિલિયન હેક્ટર પાણી યોજના માટે રાજ્ય સરકારે 892 કરોડ ફાળવ્યા છે તેમ જણાવ્યું હતું.

વધુમાં ઇનપુટ સબસિડીમાં કચ્છને રૂા. 247 કરોડની ફાળવણી પેટે રૂા. 195 કરોડ કિસાનોના ખાતામાં જમા થઇ ગયાનો ઉલ્લેખ કરી વીજબીલની લહેણી રકમની વસુલાત માટેની માફી યોજનાનો પરિપત્ર પણ બહાર પડી ગયો હોવાથી ટુંકમાં તેનો અમલ શરૂ કરાશે તેમ ઉમેર્યું. સરકાર દ્વારા કચ્છના ખેડૂતો પાસેથી રૂા. 25 કરોડથી વધુની મગફળી ખરીદ કરવાનું જણાવી રૂા.42 કરોડ કિસાન વીમાના ખેડૂતોના ખાતામાં પણ પહોંચી ગયા હોવાનું જણાવ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો