તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૈયારી પાસે વન વિભાગની જમીન પર ખેડાણ કરી નખાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપતમાં વન વિભાગની જમીનો ઉપર અવાર નવાર લેભાગુ તત્વો દ્વારા દબાણના કિસ્સા બહાર આવતા હોય છે. વરસાદ બાદ વન વિભાગની જમીન ખેડવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે ફરી એકવાર લખપત તાલુકાના કૈયારી ગામ પાસે વન વિભાગની સાત એકર જમીન ખેડાઇ ગઇ છે તેવી લેખીત ફરિયાદ કૈયારી ગૌશાળાના સંચાલકો દ્વારા કલેક્ટરથી માડીને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને કરી છે. કૈયારી ગૌશાળાના સંચાલકોના લેખીતમાં જણાવ્યા મુજબ ગામના કહેવાતા માથાભારે શખ્સ દ્વારા સર્વે નં.18 અને સર્વે નં.19ની ઉતરે અને સર્વે નં.17ના પશ્ચિમ દિશામાં વન વિભાગની 7 એકર જમીન ગેરકાયદેસર ખેડીને ખેતી કરી છે. વન વિભાગની ઢીલી નીતિના કારણે બેભાગુ તત્વોને મોકળુ મેદાન મળી જતા મનફાવે એ રીતે જમીન ખેડી નાખે છે. 7 એકર જમીન નારાયણ સરોવર -ભુજ હાઇવે પર જ હોતા આવન-જાવન કરતા અધિકારીઓ અને કર્મચારીઓની નજર ન પડી તે પરત્વે સંચાલકોએ આશ્ચર્ય દર્શાવ્યું હતું. વન વિભાગના આ જમીન પર દબાણ એ સરકારી ગુનો બનતો હોઇ વન વિભાગ જમીન ખાલી કરાવી અને એ શખ્સો વિરોધ્ધ ગુનો નોંધે જેની વન વિભાગની જમીન બેભાગુ તત્વોથી બચાવી શકાય વન વિભાગ શક્રીય થાય તો જ જમીનોનું રક્ષણ થઇ શકે છે તેવુ કૈયારી ગૌશાળાના સંચાલકોએ જણાવ્યુ છે.

સ્થળની ચોકસાઇ કરી જરૂર પડયે કાર્યવાહી હાથ ધરાશે : વન વિભાગ
આ અંગે વન પાલ દેસાઇને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે, સોમવારના જીપીએસ સિસ્ટમ દ્વારા નકશો જોયા પછી જ હકીકત ખબર પડશે અને ખરેખર વન વિભાગની જમીનમાં દબાણ હશે તો દુર કરવામાં આવશે આ મુદ્દે આર.એફ.ઓ. વિરલસિંહ ચાવડાને પૂછતાં તેઓએુ જણાવ્યું કે ‘સંબંધિત જમીન મુદ્દે વિભાગીય કક્ષાની સર્વે શાખાનો સંપર્ક કરીને સ્થળની ચોકસાઇ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો