ડાકડાઇની વાડીમાં બેટરી ફાટતાં દાઝેલા ખેડૂતનું મોત

Bhuj News - farmer killed in batteries 061613

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
ભુજ તાલુકાના માનકુવા ગામ નજીક અાવેલા ડાકડાઇ ગામની વાડીમાં બોરવેલના કામે લાગેલી ટ્રકને સેલ મારવા જતાં બેટરી ફાટવાથી દાઝી ગયેલા વાડી માલિકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ગત 30મી અોકટોબરના બન્યો હતો. માનકુવા ગામે રહેતા સંજય અંબાલાલ વેલાણી (ઉ.વ.32) તેની માલિકીની ડાકડાઇ ગામે અાવેલી વાડીમાં બોરવેલના કામમાં લાગેલી ટ્રકને સર્વિસ કરવા લઇ જવા માટે ટ્રકનો સેલ મારવા જતાં ટ્રક પાછળ લાગેલી બેટરીઅો અચાનક ફાટતાં અાગ લાગવાથી ટ્રકની કેબીનમાં બેઠેલા વાડી માલિક સંજયભાઇ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા જ્યાં ગુરૂવારે સવારે તેમનું મૃત્યુ થયુ હતું. માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

X
Bhuj News - farmer killed in batteries 061613

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી