તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

EVMને કરાઇ રહ્યા છે ચૂંટણી માટે સજજ: નિષ્ણાતો આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીના અાડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અા ચૂંટણીમાં જેના મારફત મતદાન થવાનું છે અે ઇવીઅેમને ચૂંટણી માટે સજજ કરવા બેલ કંપનીના 14 નિ્ષ્ણાતો સોમવારે કચ્છ અાવી પહોંચ્યા છે.

ઇવીઅેમની સાથે વીવીપેટમાં ઉમેદવારના નામ ઉપરાંત તેમના સિમ્બોલને ઇન્સટોલ કરવાની કામગીરીનો ધમધમાટ અારંભાયો છે. પ્રથમ દિવસે અબડાસા, ગાંધીધામ અને રાપરમાં અા કામગીરી સંપન્ન કરી લેવાઇ હોવાની માહિતી ચૂંટણીશાખામાંથી મળી હતી. અેજ રીતે અાજે ભુજ અને અંજાર, બુધવારે માંડવી તેમજ ગુરૂવારે મોરબી વિધાનસભા ક્ષાેત્રમાં અા કામગીરી સંપન્ન કરી લેવામાં અાવનાર છે. ઇન્સ્ટોલેશનની અા કામગીરી અાટોપી લેવાયા બાદ અોબઝર્વરની હાજરીમાં બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં અાવશે તેવું ચૂંટણીશાખામાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...