તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની મજા જુઓ, 15 દિવસમાં 47 હજાર ખેડૂતોને સહાયની એન્ટ્રી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા દરેક ખેડૂત ખાતેદારને 2 હેકટરની મર્યાદામાં 6 હજાર ચૂકવવાની છે. કચ્છમાં 15 દિવસમાં 47 હજાર ખેડૂતોને સહાયની એન્ટ્રી પણ કરી દેવાઈ હતી. જે આમ તો શક્ય નથી પણ માથે ચૂંટણી છે એટલે દિવસ રાત ચાલતી કામગીરીએ ગતિ આણી છે.

એક બાજુ ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓમાં કાપ મૂક્યા બાદના મંજુર મહેકમમાં પણ 60થી 65 ટકા ઘટ છે. જેને પૂરવી દાયકાઓથી તસદી લેવાતી નથી, જેથી હાલ શિક્ષકો, આરોગ્ય અને એસ. ટી. કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાળ ઉપર ઉતર્યા છે. જોકે, બીજી બાજુ માથે લોકસભાની ચૂંટણી ગાજી રહી છે, જેથી કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં ખેડૂત ખાતેદારો 2 હેકટરની મર્યાદામાં 6 હજારની સહાય મળી રહે તે માટે ફટાફટ એન્ટ્રીઓ થવા લાગી છે અને 47000 જેટલી એન્ટ્રીઓ થઈ પણ ગઈ છે. જેને તાલુકા વિકાસ અધિકારીઓની માસિક સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ માઈક્રો પ્લાનિંગ અને માઈક્રો મોનેટરિંગથી પાર પડ્યાનું જણાવી અભિનંદન આપ્યા હતા, પરંતુ કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરવા શા માટે એવું સુચારુ આયોજન નથી થતું એ પણ એક પ્રશ્ન છે. એ ઉપરાંત સિંચાઈ શાખામાં માઈક્રો પ્લાનિંગ અને માઈક્રો મોનેટરિંગના અભાવે તળાવ વગેરે સિંચાઈના કામના ટેન્ડરો રદ કરવાની નોબત આવી હતી. જે બાબતે કેમ કોઈ સામે કાર્યવાહી કરવામાં નથી આવતી એ પણ એક યક્ષ પ્રશ્ન છે.

કચ્છની આંગણવાડીઓમાં ભ્રષ્ટાચારનો મુદ્દો તો ગયા અઢી વર્ષ દરમિયાન રહેલા ચેરપર્સને જ છેડ્યો હતો. આમ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં અનેક પ્રશ્નો છે, પરંતુ એમાં કેમ માઈક્રો પ્લાનિંગ અને માઈક્રો મોનેટરિંગથી કામ પાર પડતું નથી એ પણ એક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો