- Gujarati News
- National
- Bhuj News Employees Of Bhuj Medical Camp Corporation And Benefitted From This 061505
ભુજના મેડિકલ કેમ્પનો નિગમના કર્મચારીઅોઅે લાભ લીધો
ભુજ | બીઅેસઅેનઅેલની ટેલિકોમ રિક્રિઅેશન ક્લબ દ્વારા અેક દિવસીય મેડિકલ કેમ્પનું અાયોજન કરવામાં અાવ્યું હતું જેનો નિગમના કર્મચારીઅોઅે બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
ટીઅારસી પ્રમુખ અેમ.અાર. ધીમાના હસ્તે દીપ પ્રાગટ્યથી અારંભાયેલા તેમજ રિદ્ધિ લેબોરેટરીના પ્રિતેશ ઠક્કરના સહયોગથી કરાયેલા કેમ્પમાં કોલેસ્ટરોલ, કેલ્શિયમ, થાઇરોઇડ, ડાયાબિટીસ, હિમોગ્લોબિન, બ્લડપ્રેસર સહિતના મેડિકલ ટેસ્ટ કરવામાં અાવ્યા હતા. ટીઅારસી સેક્રેટરી કાંતિ દાવડાઅે સદસ્યોમાં અારોગ્ય વિષયક જાગૃતિ અાવે તે હેતુસર કેમ્પ યોજાયો હોવાનું જણાવ્યું હતું. અાયોજનને સફળ બનાવવા મનિષ વૈદ્ય, પ્રકાશ ભટ્ટ, કે.અેમ. રાવલ, ઝોહરાબેન અગરીઅા સહિતનાઅે જહેમત ઉઠાવી હતી.