• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News - electricity could not cut off the borders of dairy now it39s a turn today 060547

વીજતંત્ર સરહદ ડેરીનું જોડાણ ન કાપી શક્યું, હવે આજે વારો

DivyaBhaskar News Network

Apr 18, 2019, 06:05 AM IST
Bhuj News - electricity could not cut off the borders of dairy now it39s a turn today 060547
સરહદ ડેરીને જીપીસીબીની ક્લોઝર નોટિસ મુદ્દે બુધવારે પીજીવીસીએલ કનેક્શન કાપવાનું હતું, જો કે અન્ય લાઈન ફોલ્ટના બહાના તળે કાપી ન શકતા ગુરુવારે સવારે કનેક્શન કાપવામાં આવશે.

કુકમા સબડિવિઝનના નાયબ ઈજનેર એમ.એચ. સાધુએ જણાવ્યું કે, આજે પવન હોતા અન્ય લાઈન ફોલ્ટ હતી, રજાનો દિવસ હતો અને માણસો પણ ઓછા હોતા કાર્યવાહી નથી થઇ શકી. જો કે બીજી તરફ સરહદ ડેરીના આંતરિક સૂત્રોએ એમ પણ કહ્યું કે,રાજકીય વગના ઓથા હેઠળ પીજીવીસીએલના અધિકારીઓને ફોન કરી કાર્યવાહીના 'વોલ્ટેજ લો' કરી દેવાયા હતા.

જો કે હકીકતમાં પીજીવીસીએલ હાઇ વોલ્ટેજ છે કે લો એ તો ગુરુવારની વીજતંત્ર દ્વારા થતી કાર્યવાહી જ બતાવશે. જો કે કાર્યપાલક ઈજનેર કે.આર વરસાણીએ નિયમ મુજબ કાર્યવાહી થશે જ તેમ ઉમેર્યું હતું.

X
Bhuj News - electricity could not cut off the borders of dairy now it39s a turn today 060547
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી