તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક રીતે નબળાને ઉ પલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 22મી ફેબ્રુઆરીના બિન અનામતમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગોના નાગરિકો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને ગુજરાત રાજ્ય હેઠળની મુલકી જગ્યા તથા સેવાઓ પરની નિમણૂકમાં 10 ટકા અનામતનું ધોરણ નક્કી કર્યું છે. જે જાહેરનામા મુદ્દે સ્પષ્ટતા કરાઈ હતી કે, આર્થિક રીતે નબળા વર્ગોના નાગરિકો માટે ઉપલી વયમર્યાદામાં 45 વર્ષથી વધે નહીં એ રીતે 5 વર્ષનો હળવો વધારો કરા શકાશે.

ઠરાવમાં જણાવયું છે કે, જે નાગરિકો અને વ્યક્તિઓની હાલની અનામત નીતિ અન્વયે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવેશ કરાયો નથી તેવા આર્થક રીતે નબળા વર્ગોના નાગરિકો અને વ્યક્તિઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ તથા ગુજરાત રાજ્ય હેઠળની મુલકી જગ્યા તથા સેવાઓ પરની નિમણૂકોમાં અનામતનું ધોરણ 10 ટકા રાખવાનું ઠરાવાયું છે, જેથી રાજ્યની તમામ ભરતી પ્રક્રિયામાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જે મળવાપાત્ર છૂટછાટ ઉપરાંતની ગણવાની રહેશે, જેથી જે જગ્યાના ભરતી નિયમો એકટ હેઠળ બનાવવામાં આવ્યા હોય તેની જગ્યાના ભરતી નિયમોમાં યોગ્ય સુધારા કરવા અંગેની દરખાસ્તો જે તે વિભાગે તાત્કાલિક સામાન્ય વહીવટ વિભાગને રજુ કરવા સૂચના છે. જોકે, એવું પણ સૂચવાયું છે કે, ઠરાવનો અમલ 2019ની 14મી જાન્યુઆરીથી કરવાનો થશે. જે અંગે સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગના 2019ની 23મી જાન્યુઆરીના ઠરાવની જોગવાઈ સંતોષતા હોય એવા વર્ગોને સમાવવાનો રહેશે.

તાત્કાલિક સુધારો કરવા સૂચના
ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમોમાં યોગ્ય સુધારો કરવા અંગેની દરખાસ્ત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તાત્કાલિક સામાન્ય વહીવટ વિભાગને રજુ કરવા પણ સૂચના આપી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો