• Gujarati News
  • National
  • Bhuj News Due To The Mining Plan Being Living On Paper Only The Government Has Damages 061025

માઇનિંગ પ્લાન માત્ર કાગળ પર રહેતા હોવાથી સરકારને નુકસાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાણખનીજ ખાતા સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ દરેક ખાણ ધારકે નવા નિયમ મુજબ તંત્ર પાસે માઇનીંગ પ્લાન રજૂ કરવો પડે. જે પાંચ વર્ષનો હોય. વળી, ઇન્ડિયન બ્યુરો અોફ માઇન્સ દ્વારા માન્યતા પ્રાપ્ત જિયોલોજીસ્ટ જ માઇનીંગ પ્લાન બનાવી શકે.

હવે જો પ્રથમ વર્ષે ૧૦૦૦૦ મેટ્રીક ટનનું ઉત્પાદન માઇનીંગ પ્લાનમાં દર્શાવેલું હોય તો તેની સામે અે વર્ષે અેનાથી વધુ ઉત્પાદન ન થઇ શકે. તેની સામે કચ્છમાં મોટાભાગની માઇન્સમાં અાડેધડ ખોદકામ થાય છે. જે દંડને પાત્ર છે. ૧૦૦૦૦ મેટ્રીક ટનથી વધુનું માઇનીંગ થાય તો પ્રતિ ટને દંડ થાય અને સરકારને અાવક થાય જે હાલમાં સરકાર ગુમાવી રહી છે. તેમાં પણ હજુ અેવી અનેક માઇન્સ છે કે જેમણે તો માઇનીંગ પ્લાન જ નથી અાપ્યાં.

તંત્ર દ્વારા માઇનીંગ પ્લાન પ્રમાણે કામ થાય છે કે નહીં તેનું ચેકીંગ થતું જ નથી. રોયલ્ટી પણ માઇનીંગ પ્લાનથી વધુ થતી હોય તો પણ તેના પર ધ્યાન અાપવામાં અાવતું નથી. શરૂઅાતમાં ૦.૨૫ ટકા જેટલી પર્ફોમન્સ સિક્યુરિટી ભરવી પડે. જે માઇનીંગ પ્લાન અોછો બતાવીને બચાવાય છે. પછી માઇનીંગ પ્લાન રિવાઇઝડ કરવામાં અાવે છે.

તંત્ર દ્વારા અત્યાર સુધી કેટલા માઇનીંગ પ્લાન ચેક થયા કેટલાને દંડ કરવામાં અાવ્યો તેનો જો અહેવાલ અાપવામાં અાવે તો ઘણું બધું બહાર અાવી શકે અેમ હોવાનું સૂત્રોઅે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...