ગોલ્ડન-સિલ્વર નંબર ઓકશનથી અપાતા હોવાથી તિજોરીને નુકસાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છના વાહન માલિકો પોતાના વાહનમાં પસંદગીના નંબર મેળવવા માટે લાખો રૂપીયા સરકારને આપતા હોવાના દાખલા અગાઉ જોયેલા છે. સીંગલ ડીઝીટ માટે દોઢ લાખ સુધીની રકમ વાહન માલિક સરકારને આપતા હોય છે, તો પસંદગીના નંબર મેળવવા માટે હરરાજી થાય ત્યારે વાહન માલિક બોલી લગાવે છે. ભુજની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીએ ઓનલાઇન ઓકશન શરૂ કરાયું ત્યારથી નંબર ખાલી હોવા છતાં અરજદારો મેળવી શકતા નથી જેના લીધે સરકારી તિજોરીને નુકસાની થઇ રહી હોવાનું દેખાયું છે. જુની સીરીઝોમાં 513 વાહનોના ટુ અને ફોર વ્હીલરના ગોલ્ડર અને સિલ્વર નંબર ખાલી પડયા હોવાથી 15.21 લાખ જેટલી આવક થઇ શકી નથી, જો કચેરીએ જ પૈસા ભરાવી અરજદારને નંબર આપવાનું શરૂ કરાય તો 15.21 લાખ જેટલી આવક સરકારને થઇ શકે તેમ છે.

આરટીઓની મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે, ત્યારે પસંદગીના નંબર મેળવવાની કામગીરી પણ ઓનલાઇન થઇ ગઇ હોવાથી અરજદારોને પસંદગીના નંબર મેળવવાની પ્રક્રિયા ગુંચવણભરી થઇ ગઇ છે. વાહન માલિક વાહન ખરીદી કરે તેના સાત દિવસ અંદર સી.એન.એ. ફોર્મ ભરવાનું રહે છે, જે ફોર્મની મર્યાદા 60 દિવસની રહે છે બાદમાં તે ફોર્મ રદ્દ થઇ જાય છે. 60 દિવસની અંદર કોઇ સીરીઝ ઓપન થાય તો ઠીક નહીં તો અરજદારને રેગ્યુલર નંબર લેવાની ફરજ પડે છે અને સરકારને નુકસાની ભોગવવી પડે છે.

ઓકશન થયા બાદ વધેલા નંબર માટે કચેરીએ જ પૈસા ભરી નંબર આપી દેવાય તો આવક થાય
ઓનલાઇન ઓક્શન થયા બાદ વધેલા નંબર માટે કચેરીએ જ પૈસા ભરી નંબર ફાળવણી કરી દેવાય તો સરકારી તીજોરીને અાવક થાય તેમ છે. ઓક્શનથી જ ગોલ્ડન અને સીલ્વર નંબર આપવાની પ્રક્રિયાથી અત્યાર સુધી જુદી જુદી સીરીઝોમાં 513 જેટલા પસંદગીના નંબર કોઇ અરજદારે લીધા નથી જેના લીધે સરકારને લાખોની આવક થતા અટકી ગઇ છે.

જુની સીરીઝોમાં વધેલા 513 વાહનોની આવક પર નજર
ટૂવ્હીલરના 99 (ગોલ્ડન નંબર) 5000 રૂપીયા = 4,95,000

ટૂવ્હીલરના 393 (સીલ્વર નંબર) 2000 રૂપીયા = 7,86,000

ફોરવ્હીલરના 2 (ગોલ્ડન નંબર) 25,000 રૂપીયા = 50,000

ફોર વ્હીલરના 19 (સિલ્વન નંબર) 10,000 રૂપીયા = 1,90,000

જુની સીરીઝમાં નંબર લેવાનું કોઇ અરજદારને પસંદ ન હોય
ઓનલાઇન ઓકશનમાં 2017 અને 2018ની સીરીઝના ગોલ્ડન અને સીલ્વર નંબર ખાલી પડયા છે પણ 2019માં વાહન ખરીદ્યું હોય તે અરજદાર પોતાના વાહન માટે 2017 કે 18ની સીરીઝના નંબર લેવાનુ ટાળતા હોય છે. અપવાદરૂપ કિસ્સામાં અરજદારો ગત વર્ષની સીરીઝના નંબર લેતા હોય છે મોટાભાગના અરજદારો જુની સીરીઝના નંબર નથી લેતા અને રેગ્યુલર નંબર લઇ લેતા હોય છે જેથી સરકારી તિજોરીને નુકસાની જાય છે.

‘તમામ જિલ્લામાં આ જ મુશ્કેલી ઉભી થતા ઉચ્ચ કક્ષાએ મીટીંગમાં વાત મુકી છે’
આ અંગે આરટીઓ દીલીપ યાદવ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, જુની સીરીઝોના નંબર એમ જ પડયા રહેતા હોવાથી તે નંબરોને લાંબે સુધી ઓકશનમાં ખેંચવુ પડે છે અને નવા મોડેલના વાહનમાં જુની સીરીઝના નંબર લેવાનું કોઇ અરજદાર પસંદ કરતા નથી, આવા નંબરોના નિકાલ કચેરીએ જ પૈસા ભરી કરી દેવા માટે ઉચ્ચ કક્ષાએ મીટીંગમાં વાત મુકી દેવાઇ છે. કચ્છ નહીં તમામ જીલ્લાઓમાં આવી જ મુશ્કેલી ઉભી થઇ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ઉચ્ચ કક્ષાએથી આદેશ મળ્યા બાદ આવા નંબરોનું કચેરીએ નિકાલ કરી દેવાનું કહ્યું હતું.

જુની સીરીઝોમાં ગોલ્ડન અને સીલ્વર વર્ગમાં બાકી રહી ગયેલા નંબરની સંખ્યા
સીરીઝ સંખ્યા વર્ગ

ડીજે 9 ગોલ્ડન

ડીજે 41 સીલ્વર

ડીકે 11 ગોલ્ડન

ડીકે 54 સીલ્વર

ડીએલ 13 ગોલ્ડર

ડીએલ 60 સીલ્વર

ડીએન 14 ગોલ્ડન

ડીએન 57 સીલ્વર

ડીએમ 2 ગોલ્ડન

ડીએમ 19 સીલ્વર

ડીપી 16 ગોલ્ડન

ડીપી 62 સીલ્વર

ડીક્યુ 15 ગોલ્ડન

ડીકયુ 59 સીલ્વર

ડીઆર 21 ગોલ્ડન

ડીઆર 60 સીલ્વર

અન્ય સમાચારો પણ છે...