તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશભરમાં ડ્રાઈવિંગ લાઇસન્સ અને RC બુક એકસરખા બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના દરેક રાજ્યોમાં હવે વાહન રજિસ્ટ્રેશન કાર્ડ અને ડ્રાઈવિંગ લાઇસન્સ બંને એકસરખા બનશે. આ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે. દેશભરમાં ડ્રાઈવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુકમાં એકરૂપતા લાવવા માટે કવાયત હાથ ધરી છે. હાલ દરેક રાજ્યોમાં લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુક જુદી જુદી આકાર, રંગ અને ડિઝાઈન ધરાવતી છે. નવી વ્યવસ્થા આગામી તારીખ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. નવી વ્યવસ્થા પ્રમાણે દેશના દરેક રાજ્યોમાં એકસરખા જ ડ્રાઈવિંગ લાઇસન્સ અને વાહન રજિસ્ટ્રેશન કાર્ડ બનશે. આગામી દિવસોમાં નવા વાહનની રજિસ્ટ્રેશન બુક અને ડ્રાઈવિંગ લાઇસન્સ નવા રંગરૂપ સાથે જોવા મળશે.

QR કોડ, સારથી સોફ્ટવેર સાથે કનેક્ટ
આગળની બાજુ ફોટાની જગ્યા, બાજુમાં નામ, સરનામું, જન્મતારીખ, બ્લડગ્રૂપ લખેલું હશે

ઓર્ગન ડોનર છેકે નહીં તે દર્શાવેલું હશે

કાર્ડની પાછળ QR કોડ દર્શાવાશે, જે સ્કેન કરતા લાઇસન્સ ધારકની તમામ માહિતી મળી શકશે

પ્રથમ વખત લાઇસન્સ ક્યારે ઈશ્યૂ થયું તેની પણ વિગત હશે.

લાઇસન્સની સમયમર્યાદા અને અન્ય વિગતો લખેલી હશે.

ઈમરજન્સી મોબાઈલ નંબર પણ દર્શાવેલા હશે.

અન્ય સમાચારો પણ છે...