તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં ડો. અાંબેડકરની 128મી જયંતી ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ડો. અાંબેડકર પ્રચાર સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. અાંબેડકરની 128મી જન્મ જયંતીની દ્વિદિવસીય ઉજવણી કરાશે.જન્મ જયંતીની પૂર્વ સંધ્યાઅે તા. 13ના રાત્રે જૂની રાવલવાડી સ્થિત મહેશ્વરી સમાજવાડી ખાતે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં ઇશ્વરલાલ રોશિયાના અધ્યક્ષસ્થાને અધિકારીઅોના હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ કરાશે. રાત્રે 12 કલાકે અાતશબાજી અને કેક કાપવાની સાથે ભીમ દીવાળી ઉવાશે ત્યાર બાદ અારાધીવાણીનો કાર્યક્રમ યોજાશે. તા. 14ના સવારે 8 કલાકે ભીમરાવ ગ્રુપ દ્વારા રેલી યોજાશે જે ડો. અાંબેડકરની પ્રતિમાઅે પહોંચતાં 10 વાગ્યે હારારોપણ કરાશે તેમ પ્રમુખ ધર્મેન્દ્ર બાૈધ અને ડી.અેલ.મહેશ્વરીની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...