તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોર ટુ ડોર કલેકશન વાહનોનો પાલિકામાં ખડકલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ નગરપાલિકાઅે શહેરના 11 વોર્ડને 3 ઝોનમાં વહેંચીને સફાઈનો ઠેકો અાપી દીધો છે, જેમાં 1લી જાન્યુઅારીથી સફાઈની કામગીરી શરૂ થવાની હતી. પરંતુ, ઝોન નંબર 1 અને 2માં ઠેકેદારને સફાઈ કામદાર મળ્યા નથી, જેથી માર્ગો તો ઠીક ડોર ટુ ડોર કલેકશન કામગીરી પણ ઠપ થઈ ગઈ છે. સેનિટેશન શાખામાં લોકોની ફરિયાદોનો મારો શરૂ થઈ ગયો છે. છતાં તંત્ર માૈનની મુદ્દામાં બેઠું છે.

શહેરના વોર્ડ નંબર 1થી 4ને ઝોન નંબર 1માં, વોર્ડ નંબર 8થી 11ને ઝોન નંબર 2માં અને વોર્ડ નંબર 5થી 7ને ઝોન નંબર 3માં સમાવીને ત્રણેય ઝોનની સફાઈનો ઠેકો અાપી દેવાયો છે, જેમાં ઝોન નંબર 1 અને 2માં ઠેકેદારને સફાઈ કામદારો મળ્યા નથી, જેથી માર્ગો ઉપરથી કચરો ઉપડતો નથી.

ડોર ટુ ડોર કલેકશન તો બિલકુલ થતું જ નથી. જેની ફરિયાદો પણ પણ સેનિટેશનમાં સતત અાવવા લાગી છે.

સેનિટેશન શાખામાં લોકોની ફરિયાદોનો મારો છતાં તંત્ર માૈન
શહેરના 2 ઝોનમાં ઠેકેદારને સફાઈ કામદારો મળતા નથી
36ની જરૂરિયાત સામે માત્ર 25 વાહન
ઝોન 1 અને 2માં કુલ 8 વોર્ડનો સમાવેશ કરાય છે. જેની સફાઈ માટે 24 ટ્રેકટર અને 12 ડોર ટુ ડોર કલેકશન વાહનની જરૂરિયાત હોય છે. પરંતુ, ઠેકેદાર પાસે માત્ર 15 ટ્રેકટર અને 10 ડોર ટુ ડોર કલેકશન વાહન છે. બીજી બાજુ દરેક વોર્ડ દીઠ 25થી 34 સફાઈ કામદારોની જરૂરિયા હોય છે. બંને ઝોનમાં કુલ 220 સફાઈ કામદારોની જરૂરિયાત હોય છે. પરંતુ, ઠેકેદારને સફાઈ કામદારો મળતા નથી.

જિલ્લા બહારના ઠેકેદારે મુદ્દત માગી : બ્રાન્ચ હેડ
સેનિટેશન બ્રાન્ચ હેડ અનિલ મારુઅે જણાવ્યું હતું કે, ઠેકેદાર જિલ્લા બહારનો છે અને તેણે વ્યવસ્થા ગોઠવવા મુદ્દત માગી છે, જેથી રાહ જોઈઅે છીઅે. ફેબ્રુઅારી માસ સુધીમાં ગતિ અાવી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો