તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો10-12 સાયન્સના પુસ્તક બજારમાં ન આવતા હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના ગુજરાત બોર્ડના પાઠયપુસ્તકો બજારમાં ન પહોંચાડાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. એક તરફ ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળે ધોરણ 10-12ના પુસ્તકોની કિંમતમાં સરેરાશ 300 ટકા સુધીનો વધારો કરી દીધો, તેવામાં વિદ્યાર્થીઓ-શિક્ષકોને પુસ્તકો ન મળવાથી પરિસ્થિતિ વિકટ બની છે. ધોરણ 10 માં ગણિત, વિજ્ઞાન, ઈગ્લીશ, સોશિયલ સ્ટડી, સંસ્કૃત જેવા મહત્વના વિષયોના પુસ્તકો બજારમાં હજુ આવ્યા નથી. બીજી તરફ ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી વિષય સહિતના મહત્વપૂર્ણ વિષયોના પુસ્તકોની કિંમતમાં ધરખમ વધારો કરાયો છે. વેપારી સૂત્રોનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે એપ્રિલના અંત સુધીમાં પુસ્તકો બજારમાં આવી જશે.

અન્ય સમાચારો પણ છે...