તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘રજા સિવાય અંદર આવવું નહીં, તથા કામ વગર બેસવું નહીં’ દરવાજે ફતવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પંચાયતમાં પંચાયત સિંચાઈ વિભાગના સીનીયર ક્લાર્ક 15મી ફેબ્રુઆરીએ એ.સી.બી.ના છટકામાં લાંચ લેતા સપડાયા બાદ ‘હિસાબી શાખા’ના દરવાજા પાસે ફતવો લાગ્યો છે, જેમાં લખ્યું છે કે, ‘રજા સિવાય અંદર આવવું નહીં, તથા કામ વગર બેસવું નહીં.’ જેથી રમુજ વહેતી થઈ ગઈ છે કે, જિલ્લા પંચાયતમાં શું રંધાય છે એ વાત બહાર જાય નહીં એની તકેદારીનો ઈરાદો વ્યક્ત કરતી સૂચના ઘણું સૂચવી જાય છે.

જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની હિસાબી શાખાના સીનીયર ક્લાર્ક સંજય ભીમજી મોતાએ (રાજગોર) ઠેકેદાર પાસેથી 3 તળાવોના બાંધકામ બાદ રજુ કરાયેલા બિલની રકમમાંથી 3 ટકા લેખે અધધ 78 હજાર રૂપિયાની લાંચ માગણી હતી, જેથી લાંચ રુશ્વત વિરોધી શાખામાં ફરિયાદ થઈ હતી. જોકે, એની ગંધ આવી ગઈ હોય એમ 15મી ફેબ્રુઆરીએ એની બદલીનો હુકમ થયો હતો, પરંતુ એ.સી.બી.એ બદલીના હુકમનો પાલન થાય એ પહેલા જ લાંચના છટકામાં સપડાવીને સરકારી કચેરીમાંથી જેલ મોકલવાની બદલીનો હુકમ કરી નાખ્યો હતો. જે બાદ પંચાયત સિંચાઈ શાખાને એવું સમજાયું હશે કે અહીં ‘રજા સિવાય અંદર આવનારા બહાર ન કહેવાની વાતો કરી દેશે, જેથી રાતોરાત દરવાજા પાસે સૂચના મૂકાવી દીધી કે, ‘રજા સિવાય અંદર આવવું નહીં, તથા કામ વગર બેસવું નહીં.’ જોકે, આ એક ફતવો જ છે. કેમ કે, સરકારી કચેરીઓ લોકોના કામ કરવા માટે છે અને તેમાં લોકોની અવરજવર સ્વાભાવિક છે. દૂરથી આવેલા લોકો મુલાકાત પહેલા કે મુલાકાત પછી થોડો સમય બેસે એમા કંઈ ખોટું પણ નથી. વળી, દરવાજા પાસે સૂચના મૂકાઈ છે કે, રજા સિવાય અંદર આવવું નહીં, પણ સવાલ એ થાય છે કે, કોની રજા લેવી. રજા લેવા આખરે અંદર તો આવવું જ પડે.

પંચાયત સિંચાઈ વિભાગમાં લાંચ પ્રકરણ બાદ પ્રવેશ બંધીનો ફતવો
વિપક્ષે સામાન્ય સભામાં મુદ્દો છેડ્યો હતો
જિલ્લા પંચાયતમાં 21મી ફેબ્રુઆરીએ વિપક્ષે સામાન્ય સભામાં પંચાયત સિંચાઈ વિભાગની હિસાબી શાખામાં લાંચ પ્રકરણનો મુદ્દો છેડ્યો હતો, પરંતુ શાસક પક્ષ બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયો હતો, જેથી જવાબ આપવાને બદલે શાહમૃગ અને પલાયન નીતિ અપનાવી વાતને આડે પાટે ચડાવી દીધી હતી.

માધ્યમોને કહેવાયું કે ફરિયાદોને પગલે બદલી કરાઈ હતી
લાંચ રુશ્વત વિરોધી શાખાએ સફળ ટ્રેપ કર્યા બાદ તરત જ માધ્યમોને જાણ કરાઈ હતી કે, સીનીયર ક્લાર્કની વિરુદ્ધ ફરિયાદો ઘણી હતી, જેથી તેની આગલા દિવસે બદલીનો હુકમ તૈયાર કરી દેવાયો હતો. જોકે, વિપક્ષે સામાન્ય સભામાં સવાલ કર્યો હતો કે, એની સેવા એક શાખામાં બોલતી હતી અને એને સિંચાઈની હિસાબી શાખામાં કેમ મૂકાયો હતો. એનો ખુલાસો કરો, પરંતુ શાસક પક્ષે કોઇ ખુલાસો કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો