તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Despite The Crime Of 307 Why Did The Police File A Simple Sentence Against A Defiant Man 021536

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

307નો ગુનો હોવા છતાં માથાભારે શખસ સામે પોલીસે કેમ મામુલી કલમ લગાવી ?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગયા સોમવારે ભુજ-માંડવી ધોરીમાર્ગ પર મિરજાપર પોલીસ ચોકી નજીક જ જમીનમાં પ્રવશે કરવાના મુદે મુળ દેશલપર ગામના વતની અને હાલે ભુજમાં રહેતા રમેશ કરમશી વાસાણી પર મારક હથિયારથી હુમલો કરી અશોકસિંહ જાડેજા અને તેની સાથેના અન્ય ચારેક અજાણ્યા શખસોએ રિવોલ્વર તાકી આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાના એક સપ્તાહ બાદ પણ આરોપી ન પકડાવા સાથે પોલીસે મામુલી કલમ લગાડી કેસને નબળો પાડવાનો પ્રયાસ કરતાં દેશલપરના પાટીદાર સમાજમાં આક્રોશ ફેલાયો છે.

સોમવારે દેશલપર સનાતન પાટીદાર સમાજના લોકોએ ભુજમાં રેલી યોજી કલેકટર અને પશ્ચિમ કચ્છ પોલીસવડાને આવેદનપત્ર પાઠવી આરોપીને વેળાસર પકડી પાડવા અને તેના વિરુધ્ધ મામુલી કલમના બદલે હત્યાના પ્રયાસની કલમ ઉમેરવા ઉગ્ર રજુઆત કરી હતી. આવેદનપત્રમાં અેવુંય જણાવાયું હતું કે અગાઉ અશોકસિંહે એક શખસની સરાજાહેર ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. તે સમયે પણ પોલીસની નબળી તપાસના લીધે તે છુટી ગયો હતો અને ફરી અેકવાર તેણે પોતાનું પોત પ્રકાશયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો