તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશલપર (ગુંતલી)થી હાજીપીર સુધીનો માર્ગ પહોળો કરવા માંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશલપર (ગું)થી હાજીપીર દરગાહ સુધીના માર્ગના નવિનીકરણ મુદ્દે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.

જિલ્લા પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાના નેજા હેઠળ સમિતિના આગેવાનોએ કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ કોમીએકતાના પ્રતીક સમા હાજીપીરબાબાની દરગાહે જવા માટેનો મુખ્ય માર્ગ દેશલપર (ગું)થી 32 કિમીનો છે અને તદ્દન દયનીય સ્થિતિમાં છે. વિવિધ લોકપ્રતિનિધિઓના માધ્યમથી સમિતિ દ્વારા રજૂઆતો કરાઇ છે જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 26/6/18ના કામની ભલામણ પણ થઇ ગયેલી છે.

આ માર્ગના વિસ્તૃતિકરણ મુદ્દે જોબ નંબર ફાળવી આપવા અરજ કરાઇ છે. આ દરગાહ પર દેશભરમાંથી લાખોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ આસ્થાળુઓ આવે છે. માર્ગની ખસ્તા હાલતને લીધે તેમને હાલાકી પડે છે. આ માર્ગની બન્ને બાજુ 50થી વધુ ગામો આવે છે તેમના લોકોને પણ રોજિંદી અવરજવરમાં પરેશાની ભોગવવી પડે છે. દરગાહ નજીકના વિસ્તારમાં જે ખાનગી કંપનીઓ આવેલી છે તેમના વાહનોના પરિવહનમાં પણ આ માર્ગ નવિનીકરણને લીધે સરળતા આવશે તો વહેલીતકે દરખાસ્ત મંજૂર કરવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો