તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજોડી ખાતે અાવેલાં દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજોડી ખાતે અાવેલાં દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા અેક મહિનાના મોબાઇલ, ફ્રિઝ અને અેસી રિપેરીંગના તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં અાવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જી.અેમ. કનક ડેર, બેંક અોફ બરોડાના લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર સંજય સિન્હા, અારસેટી-ભુજોડીના નિયામક અજીત શર્મા, મિશન મંગલમના ભાવિન સેંઘાણી, ભુજોડી ગ્રામ પંચાયતના ગાભુભાઇ વણકર સહિતના અગ્રણીઅોના હસ્તે દિપ પ્રાગટ્યથી અારંભાયેલા વર્ગમાં મોટી સંખ્યામાં ભાઇઅો જોડાયા હતા. અાયોજન વ્યવસ્થામાં અારસેટીના ફેકલ્ટી સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...