તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Dean Is Appointed On A Seniority Basis In Four Departments Of Kutch University 061535

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ યુનિવર્સિટીના ચાર વિભાગમાં સિનિયોરિટીના ધોરણે ડીન નિમાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કચ્છ યુનિવર્સિટીમાં રોટેશન મુજબ દર ત્રણ વર્ષે જે-તે ફેકલ્ટીના ડીન બદલાતા હોય છે જેના ભાગરૂપે રાજ્યના ગવર્નરની મંજૂરી મળતાં, હાલે યુનિ.માં મહત્વના ચાર નિયમિત વિભાગમાં ડીનની નિમણૂક વાઇસ ચાન્સેલર દ્વારા કરાઇ છે.

કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના હેડ ડો. દર્શનાબેન ધોળકિયાનો અાર્ટસ ફેકલ્ટીના ડીન તરીકેનો કાર્યકાળ તા.27 મેના પૂરો થાય છે. તેવી જ રીતે દરેક ડીનની ત્રણ વર્ષની મુદત માટે નિમણૂક કરાતી હોય છે. અાગામી ત્રણ વર્ષ માટે ડીનની નિમણૂક કરવા માટે ગવર્નરને જે-તે વિભાગના હેડ અને સિનિયોરિટીના ધોરણે નામ મોકલાયા હતા. રાજ્યપાલે કચ્છ યુનિ.ના ચાર ફેકલ્ટી માટે ડીનની નિમણૂક અર્થે મંજૂરીની મહોર મારતાં, ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. દર્શનાબેન ધોળકિયા દ્વારા ચાર નિયમિત ફેકલ્ટી જેવા કે, સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે કેમેસ્ટ્રી વિભાગના હેડ ડો. ગિરિન બક્ષી, અાર્ટસ ફેકલ્ટીમાં અંગ્રેજી વિભાગના હેડ ડો. કાશ્મીરા મહેતા, શિક્ષણશાસ્ત્ર ફેકલ્ટીમાં ડી.અેમ. બકરાણિયાની ડીન તરીકે નિમણૂક કરાઇ હતી. તો વળી કોમર્સ ફેકલ્ટીમાં પુરુષોત્તમ અેસ. હીરાણીને યથાવત રખાયા હતા. બાકીના લો અને મેડિકલ ફેકલ્ટી માટે અાગામી દિવસોમાં બોર્ડ અોફ સ્ટડીની મળનારી બેઠકમાં નામો નક્કી કરીને ગવર્નરને મોકલાવાશે. હાલે જે ચાર ડીનની નિમણૂક કરાઇ છે તેમાંથી કોઇને સિનિયોરિટીના ધોરણે બાકી રહેતા બે ફેકલ્ટીમાં ઇન્ચાર્જ ડીન તરીકે નિમણૂક અાપવી કે, કેમ તેની સત્તા ગવર્નર પાસે છે જેથી ગવર્નરની મંજુરી બાદ જ બાકીના ફેકલ્ટીમાં ડીનની નિમણૂક કરાશે. ડીન માટે જે-તે વિભાગના હેડ હોવું જરૂરી છે અને ત્યારબાદ યુનિવર્સિટીના બંધારણ મુજબ સિનિયોરિટીના ધોરણે ગવર્નરને નામ મોકલાતા હોવાનું ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધોળકિયાઅે જણાવ્યું હતું.

બાકીના બે વિભાગમાં ગવર્નરની મંજૂરી બાદ નિમણૂક કરાશે


અાગામી દિવસોમાં બોર્ડ અોફ સ્ટડીની બેઠક મળશે


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો