તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ નગરપાલિકામાં દુકાનદારોને લાઈસન્સ માટે તારીખ પે તારીખ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ પાલિકાની શોપ બ્રાન્ચમાં પ્રતિષ્ઠાનોના લાયસન્સ અાપવા બાબતે ભારે અસમંજસ પ્રવર્તી રહી છે, જેથી લાઈસન્સ માટે તારીખ પે તારીખનો તાલ સર્જાયો છે. જેના કારણે ધંધાર્થીઅો અને વ્યવસાયીઅો અકળામણ અનુભવી રહ્યા છે. પરંતુ, લોકોના મતે ચૂંટાઈને અાવેલા પદાધિકારી હજુ સુધી સમસ્યા સમજી નથી શક્યા અને ઉકેલ શોધવાનો પ્રયાસ પણ કર્યો નથી. ફકત હાથી ઉપરની અંબાડીમાં બેસી પદ પ્રતિષ્ઠાનો સંતોષ લેવાના મનોરંજક કાર્યક્રમો ઘડવામાં પડ્યા છે.

શ્રમ અને રોજગાર વિભાગે પરિપત્ર બહાર પાડીને ગુમાસ્તા ધારા હેઠળ શોપ લાઈસન્સ ધરાવતા પ્રતિષ્ઠાનોના માલિકોને લાઈસન્સ રિન્યૂઅલમાંથી મુક્તિ અાપવામાં અાવી છે. જે માટે શહેરના ધંધાર્થીઅો અને વ્યવસાયીઅોની બેઠક યોજીને કાયદાની સમજ પણ અાપવામાં અાવી હતી. પરંતુ, 2019થી 2020 સુધીના હિસાબી વર્ષના જાન્યુઅારી માસ સુધી વેપારીઅોને ‘વન ટાઈમ’ લાઈસન્સ અાપાયા નથી. ધંધાર્થીઅો અને વ્યવસાયીઅોને દર 15 દિવસે નવી નવી તારીખો અાપીને ધક્કા ખવડાવાય છે. ધંધાર્થી અને વ્યવસાયીઅોઅે જણાવ્યું હતું કે, હવે 1લી ફેબ્રુઅારી તારીખ અાપવામાં અાવી છે. જે બાબતે ઈનચાર્જ શોપ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે અગાઉ કહ્યું હતું કે, હજુ લાઈસન્સ ફી નક્કી નથી થઈ. ફરી સંપર્ક સાધતા કહેવાયું કે, વન ટાઈમ 500 રૂપિયા ફી નક્કી થઈ છે. પરંતુ, સોફ્ટવેરમાં અેન્ટ્રી સબમિટ નથી થતી, જેથી કામગીરી અટકી પડી છે. જો જૂની સિસ્ટમથી લાઈસન્સ અાપી અને રિન્યૂ કરીઅે તો અોડિટમાં તકલીફ થાય અેમ છે. બીજી બાજું ફરિયાદ હતી કે, વ્હાલા વેપારીઅોને લાઈસન્સ અપાય છે અને રિન્યૂ પણ થાય છે. ફકત દવલાને તારીખ પે તારીખમાં ઉલજાવવામાં અાવે છે.

વન ટાઈમ લાઈસન્સ શું છે
ધંધાર્થીઅો અને વ્યવસાયીઅોને ગુમાસ્તા ધારા હેઠળ દર વર્ષે લાઈસન્સ રિન્યૂ કરાવવાના રહેતા હતા, જેમાં દર વર્ષે મિલકતની માલિકીનો દસ્તાવેજ અથવા ભાડા કરાર બિડવા પડતા હતા, જેમાંથી મુક્તિ અાપવામાં અાવી છે. હવે ફક્ત અેક વખત 500 રૂપિયા ફી ભર્યા બાદ રિન્યૂ કરાવવાની ઝંઝટ નહીં રહે. સિવાય કે મિલકતમાં વેચસાટ, ભાડા કરાર અથવા તો અન્ય ટર્મ્સ કન્ડિશનમાં ફેરફાર થયા હોય તો ફરીથી અરજી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો