તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક. ખાતેના આતંકી કેમ્પ પર હુમલાને કચ્છમાં વધાવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામા આતંકી હુમલાના બરોબર 13મા દિવસે ભારતીય સેનાએ વળતો પ્રહાર કર્યો છે. સોમ અને મંગળવારની મધરાતે ભારતીય વાયુ દળે પાકિસ્તાનમાં આતંકીઓના લોન્ચિંગ પેડ તહસનહસ કરી બીજીવાર સર્જીકલ સ્ટ્રાઈક કરતા દેશભરમાં દેશપ્રેમનો જુવાળ ઊભો થયો છે. આનંદની લાગણી પ્રસરી છે, ત્યારે ભુજમાં વાણિયાવાડ વિસ્તારના વેપારી ભાઈઓએ બજારમાં ઢોલ નગારા સાથે એકબીજાને મીઠું મો કરાવ્યું હતું અને ભારત માતા કી જય તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. એવી જ રીતે ભારતે કરેલી કાર્યવાહીને ભુજના ભીડ નાકા વિસ્તારમાં આતશબાજી અને મીઠું મોઢું કરાવીને બિરદાવાઇ હતી. આ વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ આગેવાનોએ ઉજવણી કરી હતી. તિરંગા સાથે એકઠા થયેલા લોકોએ સેનાએ કરેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી. આ તકે અગ્રણીઓએ આપેલાં પ્રસંગોચિત વક્તવ્યમાં પુલવામા ખાતે વીરગતિ પામનારા 40 જવાનોની શહીદીનો યોગ્ય સમયે બદલો લેવાયો છે તેમજ આખો દેશ જવાનોની પડખે છે તેમ જણાવ્યું હતું. તો માંડવીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને યુવા હિન્દુ સંગઠને ફટાકડા ફોડી આ સાહસભર્યા કાર્યને વધાવી લીધું હતું. ભારત માતાકી જયના જયઘોષ સાથે સૌ કોઇએ વિજયોત્સવ જેવો માહોલ સર્જી દીધો હતો. કોઠારા ગામે યુવા ગ્રુપ દ્વારા ભારતીય સેના ઝિંદાબાદના નારા સાથે રેલી કાઢી હતી અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો