તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણાઠીયાની જમીન જંગલખાતાંને ફાળવણી સામે વાંધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસા તાલુકાના કોણાઠીયા ગામની બાજુની જમીનની જંગલખાતાંને ફાળવણી મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ છે. કાળાતળાવ જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ જત દાદા અધ્રેમાન દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયા મુજબ કોણાઠીયા ગામની બાજુમાં આવેલી જમીન રેવેન્યુ વિભાગ દ્વારા જંગલખાતાંને ફાળવવાનો નિર્ણય કરાયો છે.

આ જમીન ગામની નજીકમાં હોવાથી લોકો અને પશુધનનો આવાજાહીનો રસ્તો બંધ થશે, ગામનું વડિલોપાર્જિત કબ્રસ્તાન અને સાઉપીરની દરગાહની બાઉન્ડરી ત્યાં આવેલી છે. જમીન ફાળવણી થશે તો રાજાશાહી વખતનો આ માર્ગ બંધ થઇ જશે જેથી વહેલીતકે આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવા પંચાયત સહિત ગામલોકોએ અરજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો