તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્સલ્ટન્સીઅે સર્વે કરેલા વિસ્તારમાં પાથરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજમાં અમૃત યોજના હેઠળ 32.54 કરોડના ખર્ચે ગટરની લાઈન પાથરવાના કામોનું છેલ્લા 4 વર્ષથી સર્વે ચાલે છે. પરંતુ, હજુ સુધી ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરાઈ નથી. જોકે, હવે બે તબક્કે કામગીરી અાગળ વધારવાનો નિર્ણય લેવાયો છે, જેમાં પ્રથમ તબક્કે કન્સલ્ટન્સીઅે સર્વે કરેલા વિસ્તારની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ પાલિકાઅે દરખાસ્ત કરેલા કામોનો સમાવેશ કરવામાં અાવશે.

ભુજમાં 2015/16માં અમૃત યોજના હેઠળ નવી વસાહતોમાં ગટરની લાઈન પાથરવાની કામગીરી માટે ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાં ટાટા કન્સલ્ટન્સીને સર્વેની કામગીરી સોંપાઈ હતી. જોકે, ભુજ નગરપાલિકામાં ગટરની લાઈન, ચેમ્બર્સ અને પમ્પિંગ સ્ટેશન સહિતની વિગતોના નકશા જ ન હતા. વળી ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચમાંથી ટાટા કન્સલ્ટન્સીના અેન્જિનિયર્સને પૂરતો સહકાર પણ મળ્યો ન હતો, જેથી ટાટા કન્સલ્ટન્સીઅે અધવચ્ચે કામગીરી મૂકી દીધી હતી. પરંતુ, અાખરે ફરતે ફરતે છેવટે ટાટા કન્સલ્ટન્સી પાસે જ સર્વેની કામગીરી અાવી હતી. જેના નકશા અને અંદાજિત ખર્ચના અાધારે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને ગટરની લાઈન પાથરવાની કામગીરી સોંપવામાં અાવી છે. જોકે, પા. પુરવઠા બોર્ડે અવારનવાર નગરપાલિકાને પત્ર લખીને હજુ વધુ વિસ્તાર સમાવવા હોય તો દરખાસ્ત મોકલવા જણાવવાનું ચાલું રાખ્યું હતું, જેથી કામગીરી અાગળ વધતી જ ન હતી. જેનો ‘દિવ્ય ભાસ્કર’માં ટિકાત્મક અહેવાલ છપાયો હતો. જે બાદ હવે બે તબક્કામાં ગટરની નવી લાઈન પાથરવાની કામગીરી કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં પ્રથમ તબક્કે ટાટા કન્સલ્ટન્સીઅે સર્વે કરેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં અાવશે. બીજા તબક્કે પાલિકાઅે દરખાસ્ત કરેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં અાવશે. ટૂંકમાં પદાધિકારીઅોની અણઅાવડતને કારણે શહેરનો મોટાભાગનો વિસ્તાર ગટરની નવી લાઈન પાથર્યા વિના બાકી રહી જાય અેવી શક્યતા છે.

લ્યો, હવે 32.64 કરોડના ખર્ચે ગટરના કામ બે તબક્કે થશે !
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો