• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News construction of district panchayat and 100 crore in rural areas of kutch 061005

જિલ્લા પંચાયતની બાંધકામ શાખાઅે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં 100 કરોડના

Bhuj News - construction of district panchayat and 100 crore in rural areas of kutch 061005

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST

જિલ્લા પંચાયતની બાંધકામ શાખાઅે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં 100 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવાના ટેન્ડર મંગાવ્યા હતા, જેમાં ધારાસભ્યના પુત્રઅે સ્થાનિક ઠેકેદારોને અેકઠા કરીને રિંગ રચી હતી, પરંતુ જિલ્લા બહારના ઠેકેદારને ગંધ અાવી જતા કચ્છના ઠેકેદારો કરતા પણ વધુ નીચા ભાવે ટેન્ડર ભર્યું હતું, જેથી સ્થાનિક ઠેકેદારોની કારી ફાવી નથી. જોકે, હવે ટેન્ડર રદ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

સૂત્રોઅે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની બાંધકામ શાખા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં 100 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવા ટેન્ડર બહાર પાડવાની છે અેની જાણ ધારાસભ્યના પુત્રને થતા તેમણે અેક પછી અેક સંભવત તમામ ઠેકેદારોને બોલાવ્યા હતા અને રિંગ રચીને કામની અંદાજિત કિંમત કરતા 7 ટકા નીચા ભાવે ટેન્ડર ભરાવ્યા હતા. જિલ્લા બહારના ઠેકેદારને કચ્છના સ્થાનિક ઠેકેદારોઅે 7 ટકા નીચા ભાવે ટેન્ડર ભર્યાની ગંધ અાવી ગઈ હતી, જેથી તેણે 14 ટકા નીચા ભાવે ટેન્ડર ભર્યા હતા. અામ, કચ્છના સ્થાનિક ઠેકેદારોઅે ધારાસભ્યના પુત્રના દબાણમાં રિંગ રચીને હોવા છતાં કામથી હાથ ધોવાનો વખત અાવ્યો છે. જોકે, અોન લાઈન ટેન્ડરિંગ પ્રક્રિયામાં દુનિયાભરના ઠેકેદારો ટેન્ડર ભરી શકતા હોય છે. અામ છતાં ધારાસભ્યના પુત્રના દબાણમાં અાવીને સ્થાનિક ઠેકેદારોની રિંગ રચાય અને બહારનો ઠેકેદાર ફાવી જાય અે સમગ્ર ઘટના ધારાસભ્યના પુત્ર પચાવી નથી શક્યા, જેથી હવે ટેન્ડર રદ કરાવવાની તજવીજમાં પડ્યા છે. જોકે, બીજી બાજું વિપક્ષીનેતા વી. કે. હુંબલે અે મુદ્દે શાસક પક્ષને ભીડવાની તક જડપી લીધી છે, જેથી જિલ્લા પંચાયતમાં ચાલતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારથી સરકારી તિજોરીને નુકશાન થવા મુદ્દે શાસક પક્ષને બચાવની સ્થિતિમાં મૂકાઈ જવું પડે અેવા સંજોગો સર્જાયા છે.

X
Bhuj News - construction of district panchayat and 100 crore in rural areas of kutch 061005
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી