તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ બસ પોર્ટનું બાંધકામ અટક્યું પણ અેસ. ટી. તંત્ર અંધારામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ બસ પોર્ટનું બાંધકામ છેલ્લા 20 દિવસથી અટક્યું છે, જેમાં છેલ્લા 2 દિવસથી સેન્ટરિંગની પ્રક્રિયા અધવચ્ચે અટકાવીને ઠેકેદારે પોબારા ભણી દીધા છે. જે બાબતે ભુજ વિભાગીય નિયામક અને અેસ. ટી.ની બાંધકામ શાખાના ડેપ્યુટી અેન્જિનિયર જ અંધારામાં છે.

શહેરમાં ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સામે દાયકાઅો જૂનું ભુજ અેસ. ટી. બસ સ્ટેશન છે. જે ભૂકંપમાં જર્જરિત થયા બાદ છેક 18 વર્ષે ભુજ બસ પોર્ટ રૂપે નવ નિર્માણ પામી રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી બાંધકામની કામગીરી અટકી ગઈ છે, જેથી તર્ક વિતર્ક થયા હતા, જેમાં છેલ્લા 2 દિવસથી તો છતના બાંધકામ માટે શરૂ કરાયેલું સેન્ટરિંગનું કામ જ વિખેરી નાખવામાં અાવ્યું છે અને ઠેકેદારે ટ્રકો અને ડમ્પરમાં માલસામાન ઉપાડીને ચાલતી પકડી છે. જે બાબતે અેક ઠેકેદારે તાબા હેઠળના ઠેકેદારને 60 લાખ રૂપિયા જેટલું ચૂકવણું ન કર્યાનું બહાર અાવ્યું છે. જેની ખરાઈ કરવા માટે ભુજ અેસ. ટી. વિભાગીય નિયામક ભૂપેન્દ્રસિંહ જાડેજાને પૂછતા તેમણે અજાણતા વ્યક્ત કરી હતી, જેથી તેમને પૂછ્યું કે અે બાબતે કોણ માહિતી અાપી શકે તો તેમણે જણાવ્યું હતું કે, અમારી બાંધકામ શાખા હોય છે તેના ઈજનેર પાસે વિગતે જાણી શકાશે.

જોકે, બાંધકામ શાખાના ડેપ્યુટી અેન્જિનિયર સોલંકીઅે જણાવ્યું હતું કે, કામગીરી મધ્યસ્થ કચેરીઅેથી થઈ છે, જેથી અમને જાણ નથી. જોકે, અહીં સવાલ અે થાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે ઈ-શિલાનેશ કર્યું ત્યારે વિભાગીય નિયામક પાસેથી વિગતો મળી હતી. હવે બાંધકામ અધવચ્ચે અટક્યું છે ત્યારે વિભાગીય નિયામકે અજાણતા કેમ વ્યક્ત કરી છે. શું અા બાબતે તેમની કોઈ જવાબદારી જ નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...