મોલ, રેસ્ટોરેન્ટ, દુકાનેથી હોમ ડિલિવરીની વિચારણા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ ચેમ્બર અોફ કોમર્સ દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ મોલ, રેસ્ટોરેન્ટ, કરિયાણાની દુકાનો પર થતી ભીડ દૂર કરવા હોમ ડિલિવરી કરાય તે માટે માૈખિક રજૂઅાત બાદ ગુરુવારે ભુજમાં ચેમ્બર, કરિયાણાના દુકાનદારો, મોલના જવાબદારોની નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

બેઠકમાં નાયબ કલેક્ટર અને અેસ.ડી.અેમ. મનીષ ગુરવાનીઅે હોમ ડિલિવરી માટે શું કરવું તે માટેના સૂચનો માગ્યા હતા. હોમ ડિલિવરી માટે કરિયાણા, રેસ્ટોરન્ટને હોમ ડિલિવરી માટે આગળ આવવા ભુજ ચેમ્બરે જણાવતાં, પોલીસ દ્વારા કનડગત ન કરાય તો એસોસિએશન વતી હોમ ડિલિવરી કરવાની તૈયારી બતાવી હતી. હોમ ડિલિવરી કરનારા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે પાસ અાપવામાં અાવશે તેમ ગુરવાનીઅે જણાવ્યું હતું. બેઠકમાં ભુજ ચેમ્બર પ્રમુખ અનિલભાઈ, ઉપપ્રમુખ રાજેન્દ્ર ટાંક, મહામંત્રી જગદીશભાઈ ઠક્કર, રેસ્ટોરેન્ટ એસોસિએશનના પ્રમુખ અજય ગઢવી, મંત્રી અભિષેક અજાણી, કરિયાણા એસોસિયેશન પ્રમુખ ગોર, ડી-માર્ટ, રિલાયન્સના મેનેજર વગેરે હાજર રહ્યા હતા.

દુકાનદારોના નામ મગાવાયા

ભીડ અોછી થાય અને લોકો સુધી જીવનજરૂરી વસ્તુ પહોંચાડી શકાય તે માટેની વ્યવસ્થા કરવા ભુજ ચેમ્બરને વિવિધ એસોસિએશનના ડીલેવરી બોય અને દુકાનદારોના લીસ્ટ મોકલવા જણાવાયું છે. વધુમાં હોમ ડિલિવરી માટેની પ્રક્રિયા માટે ડી-માર્ટે તૈયારી બતાવી છે અને રિયાલન્સ મોલ મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જવાબ અાપશે અેમ નાયબ કલેક્ટર ગુરવાનીઅે જણાવ્યું હતું.

લોકોની ભીડ અોછી કરવા કવાયત

અાજે લેવાશે નિર્ણય

મોલ, કરિયાણાની દુકાનો પર થતી ભીડ અોછી કરવા માટે હોમ ડિલિવરી માટેની પ્રક્રિયા અંગે વિચારણા ચાલી રહી છે અને તે અંગેનો નિર્ણય તા.27/3ની બેઠકમાં લેવામાં અાવનાર હોવાનું ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલભાઇઅે જણાવ્યું હતું.

ભુજ ચેમ્બરે ના.કલેક્ટરને કરી રજૂઅાત
અન્ય સમાચારો પણ છે...