કોંગ્રેસના ઉમેદવારે ભુજમાં 1 કિમી રોડ શો કરી ઉમેદવારીપત્ર ભર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીમાં સોમવારે ભાજપના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યા બાદ આજે ગુરુવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ વિજય વિશ્વાસ રેલી સાથે ઉમેદવારીપત્ર ભર્યું હતું. વાગડ બે ચોવીસી વાડીએથી પક્ષના નેતા\\\", કાર્યકરો અને સમાજના લોકોને સાથે લઈ કલેકટર કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું.

ગુરુવારે સવારે વી.બી.સી.માં કોંગ્રેસ દ્વારા જાહેર સભા યોજાઈ હતી.જેમાં કરછ અને મોરબીના કોંગી ધારાસભ્યો તેમજ ગુજરાત પ્રદેશ અને જિલ્લા કક્ષાના નેતા\\\"એ આગામી ચુંટણીમાં કોંગ્રેસને મત્ત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. પક્ષના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ કરછમાં દેશની આઝાદી બાદ કંડલા પોર્ટ,જખૌ બંદર, કંડલા ફ્રી ટ્રેડ ઝોન, સિવિલ હોસ્પિટલ, બ્રોડગેજમાં ઉપાંતરિત રેલ્વે, વગેરે જેવા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોંગ્રેસના સાશનમાં શરૂ થયા છે, ત્યારે વિકાસની વાતો કરતા ભાજપા વિકાસને નામે માત્ર દાવા\\\" જ કર્યા છે તેવા આક્ષેપ સાથે આગામી ચુંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. હાલમાં કરછમાં દુષ્કાળની પરિસ્થિતિ છે, ત્યારે મોટી સંખ્યામાં માલધારી\\\" સ્થળાંતરિત થઈ રહ્યા છે, ત્યારે વર્તમાન સરકાર નિષ્ફળ રહી છે.તો ટ્રાન્સપોર્ટ ઉધોગ પણ અમુક બે ચાર વગદાર લોકોના હાથમાં જતો રહ્યો છે. આમ અનેક પ્રકારની નારાજગી લોકોમાં છે,તેવી હાલત થઈ ગઈ છે તેવા આક્ષેપ નરેશભાઇ એ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...